Today Weather Update : આ તો છમકલુ છે, ખરી ઠંડી તો હવે પડશે, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી
Weather Update Today : ગુજરાતમાં વધી ઠંડીનું જોર આંશિક ઘટ્યુ,,, 6.4 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર,,, અન્ય શહેરોમાં ઠંડીમાં ઘટાડો થતાં લોકોને રાહત
Trending Photos
Gujarat Weather Forecast : રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જ્યારે કે, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી, તેમજ ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13, વડોદરામાં 16.6 અને સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે.
આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણની આગાહી કરતા જણાવ્યું કે, ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે. જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે. સવારે 13 કિમી, બપોરે 20 કિમી, અને સાંજે 24 કિમી પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે છે. તો 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે. જોકે, બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે. 14 જાન્યુઆરીએ 10 કિમી ઝડપે પવન ફૂંકાશે.
ઉત્તરાયણ પર વરસાદની આગાહી કેવી છે
ઉત્તરાયણ પર વરસાદની આગાહીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે, ઉતરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. જોકે, ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહિવત છે. સાનુકૂળ વાતાવરણના અભાવે આ વર્ષે ઠંડી ઓછી રહી છે. પરંતું જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે. ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા થતા વધુ ઠંડી પડી શકે છે. ફેબ્રુઆરી અંતથી ગરમીઓ અનુભવ પણ થઈ શકે છે. આ વર્ષે એપ્રિલમાં ગરમીનો અનુભવ થશે તો મે મહિનામાં વધુ ગરમી પડશે. અલનીનોના કારણે આ વખતે સિસ્ટમ નહિ બનતા વાતાવરણમાં બદલાવ રહ્યો છે.
તો હવામાન વિભાગની આગાહી પણ પતંગના રસિકો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 14 જાન્યુઆરીએ સારો પવન ફુંકાશે. આ દિવસે 15-20 km પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. 4 જાન્યુઆરીએ રાજ્યમાં ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે