સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, 59 દરવાજા ખોલાયા, 17 ગામોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર (bhavnagar) શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત શેત્રુજી ડેમ (shetrunji dam) છલકાયો છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ ડેમ છલકાયો હોવાની ઘટના આ ચોમાસામાં બની છે. ગત રાત્રિના 3 કલાકે તેની 34 ફૂટની છલક સપાટી કુદાવી ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં એટલે કે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, 59 દરવાજા ખોલાયા, 17 ગામોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ

નવનીત દલવાડી/ભાવનગર :સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર (bhavnagar) શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત શેત્રુજી ડેમ (shetrunji dam) છલકાયો છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ ડેમ છલકાયો હોવાની ઘટના આ ચોમાસામાં બની છે. ગત રાત્રિના 3 કલાકે તેની 34 ફૂટની છલક સપાટી કુદાવી ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં એટલે કે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.

ભાવનગરની જીવાદોરી સમાન પાલિતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. ત્યારે ડેમના ડ્રોન કેમેરાથી લેવાયેલા સુંદર રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં વધી રહેલી પાણીની આવક (gujarat rain) ના પગલે 17 ગામો એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં હાલ 15340 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ હોઈ ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. પાલિતાણાના 5 ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને ખાસ એલર્ટ કરાયા છે, જેમના માથા પર સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે. તો તળાજાના 12 ગામો ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામને એલર્ટ કરાયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 9, 2021

શેત્રુંજી ડેમમાં પાણીની ધસમસતી આવક જોતા ગઈકાલે રાત્રે જ મામલતદાર સહિતનો સ્ટાફ નીચાણવાળા ગામોમાં લોકોને સાવચેત પહોંચ્યો હતો. નીચાણવાળા વિસ્તારના 17 ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઇ હતી. પાલિતાણાના 5 અને તળાજા પંથકના 12 ગામો એલર્ટ પર છે. 

No description available.

ભાવનગરના મહુવાના મોટા ખૂટવાડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા પંથકના મોટા ખુટવડા, ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડાઓમા આજે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદના પગલે મહુવાની માલણ નદીમાં ઘોડાપુર આવતા માલણ નદી બે કાંઠે થઈ છે. મહુવા પંથકમાં ધોધમાર વરસાદના પગલે મહુવાની નદીઓમાં નવા નીરની થઈ આવક થઈ છે, તો કોઝવે પર પાણી ફરી વળ્યા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં મંગળવારની મોડી રાતથી ભાદરવાનો ભરપૂર વરસાદ વરસવો શરૂ થયો છે અને 24 કલાકના સમયગાળામાં ભાવનગર શહેર અને જિલ્લામાં એકથી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતા આ વરસાદને કારણે મુરઝાઇ રહેલા કપાસ, મગફળી, તલ, બાજરા સહિતના પાકોને નવજીવન મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news