ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય! એક-બે નહીં 18 જિલ્લાઓનું આવી બન્યું, અંબાલાલની આગાહી

Ambalal Patel Weather Forecast: આજે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય! એક-બે નહીં 18 જિલ્લાઓનું આવી બન્યું, અંબાલાલની આગાહી

Gujarat Rainfall: ગુજરાતના આ જિલ્લાઓના નીકળી જવાના છે ભૂક્કા! અંબાલાલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી...રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે. જુલાઈના અંત સુધીમા અને ઓગષ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે. 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના અમદાવાદ,  ગાંધીનગર,  વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આજે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  

ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી.  હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો છે.  નવસારીના ગણદેવીમાં સવા છ ઈંચ વરસાદ પડ્યો છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.

શનિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, દમણ, ડાંગમાં પણ ભારે પવન સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news