Gujarat Election 2022: પાટીદારો નક્કી કરશે કોની બનશે સરકાર? લેઉવા કે કડવા ભાજપ-કોંગ્રેસ અને AAP માં કોણ બનશે કિંગ?

Gujarat Election 2022: ભાજપ, કોંગ્રેસ અને આપે જ્ઞાતિ સમીકરણોને આધારે ટિકિટોની વહેંચણી કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત દરેક ચૂંટણીમાં કાસ્ટ ફેક્ટર એ ચૂંટણીમાં સૌથી મોટી અસર કરે છે. 

Gujarat Election 2022: પાટીદારો નક્કી કરશે કોની બનશે સરકાર? લેઉવા કે કડવા ભાજપ-કોંગ્રેસ અને AAP માં કોણ બનશે કિંગ?

Gujarat Election 2022: ગુજરાતની વિધાનસભા ચૂંટણીની જાહેરાતની ગણતરીને આડે ગણતરીના દિવસો બાકી રહે છે, ત્યારે રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણી સમીકરણો સાધી લીધા છે. દરેક ચૂંટણીમાં સૌથી અઘરું કામ એ જ્ઞાતિ સમીકરણો બેસાડવાનું છે. ભાજપ, કોંગ્રેસ અને આપે જ્ઞાતિ સમીકરણોને આધારે ટિકિટોની વહેંચણી કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત દરેક ચૂંટણીમાં કાસ્ટ ફેક્ટર એ ચૂંટણીમાં સૌથી મોટી અસર કરે છે. 

ભાજપ, આપ અને કોંગ્રેસે આ ચૂંટણીમાં કાસ્ટ ફેક્ટર પર મોટી ચાલ રમી છે. આપ પાસે ઓબીસી અને પાટીદાર ચહેરો છે તો કોંગ્રેસ પાસે જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને જીગ્નેશ મેવાણી આ ત્રણ ચહેરા ગુજરાતની સૌથી મોટી વોટબેંક ધરાવી જ્ઞાતિઓ પર અસર પાડી શકે છે. બીજી બાજુ 2022ની વિધાનસભાની જંગમાં ભાજપે મોટો લક્ષ્યાંક રાખ્યો છે, એટલે ભાજપે આ વખતે એવા ચોખટા ગોઠવીને હવે મોટા ખેલ પાડયો છે.

મહત્વનું છે કે, 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદારો હતા. જેમાંથી 36 ધારસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે પાટીદાર આંદોલન બાદ સમીકરણો બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો હતો. 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 ધારાસભ્ય વિજયી બન્યા હતા. જેમાંથી 11 ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા. હાલ 182માંથી 44 ધારાસભ્ય પાટીદારો છે, જ્યારે લોકસભાની 26 બેઠકમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. રાજ્યસભાની 11 બેઠકમાથી 3 સાંસદ પાટીદાર છે.

 
ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે કયા સમાજોને કેટલી આપી ટિકીટ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જ્ઞાતિવાદી સમીકરણો ગોઠવ્યા છે. જેમાં કોંગ્રેસનાં 179 ઉમેદવારોમાંથી 48 OBC, 42 પાટીદાર, 26 ક્ષત્રિય અને 8 બ્રાહ્મણ ઉમેદવારને મેદાનમાં ઉતર્યા છે. જ્યારે ભાજપે ચૂંટણી માટે વિધાનસભાની 182 બેઠકમાંથી માત્ર 16 બેઠક પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે 59 બેઠક પર OBC, 45 બેઠક પર પાટીદાર, 14 બેઠક પર બ્રાહ્મણ, 13 બેઠક પર ક્ષત્રિય અને 4 બેઠક પરથી જૈન ઉમેદવારને ટિકિટ આપી છે.

ભાજપ સંગઠનમાં પણ સમાજ આધારિત જાગીગત ફેક્ટર રચી ભાજપે ચૂંટણીમાં કેસરીયો લહેરવાની હામ ભરી દીધી છે. ભાજપે આદિવાસી મતોનું ધ્રુવીકરણ કરી નાખ્યું છે. બીજી બાજુ આ વખતની ચૂંટણીમાં પાટીદારોને સૌથી વધુ ટિકિટ AAPએ આપી છે, જ્યારે કોંગ્રેસે ઓછા પટેલોને તક આપી છે. 2022ની ચૂંટણી માટે ભાજપે 43, કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ 46 પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પાંચ સીટ પર પાટીદારના બદલે બીજી જ્ઞાતિના ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે. 

કઈ બેઠકો પર પાટીદાર પાવર ચાલશે?
ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

લેઉવા-કડવા પાટીદારોને આ ચૂંટણીમાં કયા પક્ષે કેટલી ટિકીટ આપી?  
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લેઉવા-કડવા પાટીદાર કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. આ વખતની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કડવા પટેલોને વધારે ટિકિટ આપી છે.

ગુજરાતનું જ્ઞાતિ ગણિત
જ્ઞાતિ            ટકાવારી        કેટલી બેઠક પર અસર

OBC            48 ટકા                     37
આદિવાસી     13 ટકા                     27
પાટીદાર        12 ટકા                     33
મુસ્લિમ          08 ટકા                    10
SC                07 ટકા                   08
ક્ષત્રિય            05 ટકા                   07
બ્રાહ્મણ          02 ટકા                    03
જૈન               02 ટકા                    02

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news