હસતા હસતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના આ શહેરના સત્તાધીશોને માર્યો મોટો ટોણો
Gujarat CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ સ્વચ્છતાને લઈ વડોદરામાં ટોણો માર્યો, CM-PM આવે ત્યારે જ સફાઇ થાય તેવું નથી જોઈતું.. પદાધિકારીઓ લાજવાને બદલે ખડખડાટ હસતાં હસતાં દાદાની ટકોરને ગળી ગયા
Trending Photos
Vadodara News : વડોદરા કોર્પોરેશન અને વડોદરાના સત્તાધીશો હંમેશાથી તેમના નઘરોળ વહીવટનો કારણે જાણીતા છે. અધિકારીઓ કામ ઓછું અને ભ્રષ્ટાચાર વધુ કરે છે. દેખાડો કરવામાં વડોદરાની VMCને કોઈ પહોંચી શકે તેમ નથી. મુખ્યમંત્રી પણ અગાઉ અનેક વખત કહી ચુક્યા છે પરંતુ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. ત્યાં ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર એવી ટકોર કરી કે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. શું બોલ્યા મુખ્યમંત્રી? જુઓ આ અહેવાલમાં.
મુખ્યમંત્રીએ આ ટકોર વડોદરાના સત્તાધીશો અને અધિકારીઓને કરી છે. આ અપીલમાં ઘણો બધો બોઠપાઠ છૂપાયેલો છે. પણ કોર્પોરેશનના નઘરોળ શાસકો આ ટકોરને સાંભળશે ખરા? કારણ કે મુખ્યમંત્રીએ આ કંઈક પહેલીવાર નથી કહ્યું. આ પહેલા પણ તેઓ વડોદરામાં ટકોર કરી ચુક્યા છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ અને નઘરોળ શાસકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. વડોદરાની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પ્રધાનમંત્રીને મુલકાતને કારણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સટાસટ શહેરમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે સફાઈ અભિયાન માત્ર મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે જ નહીં પરંતુ રોજ થવી જોઈએ. ફરી સાંભળો મુખ્યમંત્રીએ શું કહ્યું હતું.
બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ આ ટકોર કરી. આ પહેલા પણ સુરત અને અમદાવાદની સરખામણીએ વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું છે તેના માટે પણ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. પ્રધાનમંત્રીની સાથે સ્પેનના પ્રધાનમંત્રી પણ વડોદરાના મહેમાન બની રહ્યા છે. બન્ને મહાનુભાવો રોડ શો કરવાના છે. સાથે જ એરક્રાફ્ટ પ્લાન્ટની એસેમ્બલી લાઈનનું ઉદ્ધાટન કરશે. એરપોર્ટથી ટાટા એરક્રાફ્ટ કોમ્પેલેક્ષ સુધી અઢી કિલોમીટરનો રોડ શો યોજાશે. રોડ માટે હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. શહેરમાં જ્યાં ગંદકી છે તેને દૂર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ મુખ્યમંત્રીએ તૈયારીની સમિક્ષા માટે મુલાકાત લીધી હતી.આ
ટકોર પર શહેરના શાસકોએ શું કહ્યું
વડોદરા શહેર અમદાવાદ અને સુરતની વચ્ચે આવેલું છે. એક સમયે સમગ્ર રાજ્યનું સંચાલન આ જ શહેરથી થતું હતું. સયાજીરાવ ગાયકવાડની આ નગરી વિકાસમાં ખુબ જ આગળ હતી. પરંતુ લોકશાહીના સ્થાપન પછી આવેલા ભ્રષ્ટ શાસકો અને આળસુ અધિકારીઓના કારણે આજે આ સંસ્કારી નગરી વિકાસમાં ઘળી પાછળ રહી ગઈ છે. વડોદરામાં પૂરની સ્થિતિ હોય કે પછી તુટેલા રોડ. દરેક વસ્તુ ઉડીને આંખે વળગે છે. ત્યારે જોવું રહ્યું કે, શહેર અમદાવાદ અને સુરતની સરખામણીએ સારો વિકાસ ક્યારે કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે