આજે ગુજરાતના નાથનો જન્મદિવસ,  દાદા ભગવાનની ભક્તિથી CM ભુપેન્દ્ર પટેલે જન્મદિનની શરૂઆત કરી

Gujarat CM Bhupendra Patel Birthday : જન્મદિવસની શરૂઆત મુખ્યમંત્રીએ દાદા ભગવાનના સાંનિધ્યમાં વીતાવી. તેમણે કહ્યું, ભગવાન સમક્ષ આત્માની ઉન્નતિ ઉપરાંત જગત કલ્યાણના ભાવ સાથે ગુજરાતના સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી

આજે ગુજરાતના નાથનો જન્મદિવસ,  દાદા ભગવાનની ભક્તિથી CM ભુપેન્દ્ર પટેલે જન્મદિનની શરૂઆત કરી

ગાંધીનગર :ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે 61 મો જન્મદિવસ છે. તેમણે પોતાના જન્મદિવસની શરૂઆત અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કરી છે. તેઓ વહેલી સવારે ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. તેમણે આ મંદિર પરિસરમાં સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના કરી હતી. તેમજ પૂજ્ય દાદા ભગવાનને ભાવ વંદન કર્યાં. તેમજ પૂજ્ય નીરૂમાં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

ત્રિમંદિરના દર્શનની તસવીરો શેર કરતા તેમણે કહ્યુ કે, આજે મારા જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા. ભગવાન સમક્ષ આત્માની ઉન્નતિ ઉપરાંત જગત કલ્યાણના ભાવ સાથે ગુજરાતના સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 15, 2022

મુખ્યમંત્રી દાદા ભગવાનના ભક્ત
ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર ભૂપેન્દ્ર પટેલ તેમના દાદા ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. તેઓ દાદાભગવાનના અન્ય ભક્ત છે. અને તેના કારણ જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં "દાદા" તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે ઘણા લાંબા સમયથી સક્રિય રહ્યા છે. જો કે તેમ છતા પણ તેઓ પોતાના સૌમ્ય સ્વભાવના કારણે દરેક પક્ષ સાથે તાલમેલ સાધીને ચાલે છે. ભૂપેન્દ્ર પટેલનો એક તકીયા કલામ છેકે મારો કોઇ દુશ્મન જ નથી. તેઓ હંમેશા દરેક પક્ષ સાથે સુમેળ સાધીને ચાલવા માટે પંકાયેલા છે. મુખ્યમંત્રીનુ પદગ્રહણ કરતા જ તેઓ દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તેઓ દાદાભગવાનના મંદિરે આરતી દરમિયાન હંમેશા હાજર રહેતા હતા. દાદા ભગવાનમાં તેઓ અનન્ય આસ્થા ધરાવે છે. તેના કારણે જ લોકો તેમને ભૂપેન્દ્ર દાદા તરીકે જ ઓળખે છે. 

આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે. ત્યારે તેઓ સત્તાધાર બ્રિજ પાસે મનપા 75 વડ અને 60 હજાર વૃક્ષોનો વૃક્ષારોપણ કરશે. જેમાં મેયર કિરીટ પરમાર અને ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહ પણ જોડાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news