ગુજરાતના ઘણા નેતાઓને હિન્દીના ફાંફા પણ કન્નડ ભાષામાં ઘડાધડ કરી રહ્યાં છે Tweet

Karnataka Assembly Election : ગુજરાતી નેતાઓની હિન્દી બોલવામાં પણ જીભ વાંકી વળી જાય છે... ત્યારે આ જ નેતાઓ કર્ણાટકમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે 

ગુજરાતના ઘણા નેતાઓને હિન્દીના ફાંફા પણ કન્નડ ભાષામાં ઘડાધડ કરી રહ્યાં છે Tweet

Karnataka Election 2023 : ભાજપના નેતાઓનું હાલમાં ફોકસ એ કર્ણાટક ઈલેક્શન છે. સાઉથના આ રાજ્યમાં ભાજપ સામે એન્ટિ ઈન્કમ્બસીનો માહોલ હોવાથી ભાજપે નેતાઓની ફૌજ ઉતારી દીધી છે. ગુજરાત મોડેલ પર લડાતી આ ચૂંટણીને પગલે ગુજરાત ભાજપમાંથી પણ 100થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ કર્ણાટક પહોંચ્યા છે. જ્યાં અલગ અલગ વિધાનસભા સીટ પર તેઓ જવાબદારી સંભાળી રહ્યાં છે.  ગુજરાત ભાજપના અનેક નેતાઓ એવા છે જેઓને સ્પષ્ટ હિન્દી બોલવામાં પણ ફાંફા છે પણ તેમની સોશિયલ મીડિયામાં પોસ્ટ કન્નડ ભાષામાં દેખાઈ રહી છે. 

જેઓ કર્ણાટકમાં જઈને શું શું કરી રહ્યાં છે એની નોંધ ઉચ્ચકક્ષાએ લેવાય એ માટે સ્થાનિક નેતાઓની મદદથી સોશિયલ મીડિયામાં કન્નડમાં Tweet કરી રહ્યાં છે. આનું રહસ્ય એ છે કે ગુજરાત ભાજપના અનેક નેતાઓને કર્ણાટક ચૂંટણીમાં પ્રચાર અર્થે મોકલ્યા છે. જેઓ કર્ણાટકમાં દોડાદોડી કરી રહ્યાં છે. હાલ ભાજપનું ફોકસ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી છે. જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પરચમ લહેરાવ્યો, તેમ કર્ણાટકમાં પણ ભાજપ ભુક્કા બોલાવવા માંગે છે. 

ગુજરાત ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. તેથી હવે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલ અપનાવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં વપરાયેલા વિવિધ સ્લોગનનો કર્ણાટકના શહેરોમાં લગાવાયા છે. એટલું જ નહિ, ગુજરાતના નેતાઓ કર્ણાટકમાં જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે અને બેઠકો કરી રહ્યાં છે. જેઓ ભાજપનો પરચમ કર્ણાટકમાં પણ લહેરાવવા માગે છે. આ સમયે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓ એવી ચર્ચા કરી રહ્યાં છે કે આ લોકો પોતાના મતવિસ્તારમાં આટલા દિવસો ફરીને પ્રજાના પ્રશ્નો પૂછતાં હોય તો ચૂંટણી સમયે હારનો ડર ના લાગે. હાલમાં ભાજપમાં આ મામલે ભારે ચર્ચા જાગી છે. ગુજરાતના ભાજપના નેતાઓની હિન્દી મામલે અનેકવાર દેશભરમાં મજાકનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં મિમ્સ બન્યા છે. કર્ણાટકમાં સ્થાનિક ભાષા જ અલગ છે. અહીં લોકો કેવી રીતે પ્રચાર કરતા હશે એ એક અલગ વિષય છે. 

કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલ અપનાવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કેટલાક સ્લોગન બહુ જ ફેમસ થયા હતા, ત્યારે ભાજપે આ જ સ્લોગનના તર્જ પર કર્ણાટકની ચૂંટણી જીતવા માંગે છે. તેથી કર્ણાટકની ગલીઓમાં હાલ ગુજરાતના નારા ગુંજી રહ્યાં છે. ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોગનનો કર્ણાટકમાં ઉપયોગ કરાયો છે. તો ડબલ એન્જિન સરકાર, સપના સાકાર સ્લોગનનો પણ કર્ણાટકની ચૂંટણીમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. આ તમામ સ્લોગન ગુજરાત ચૂંટણી સમયે બનાવાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news