નરેન્દ્ર મોદી 1 News

ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું
અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતની પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ બદતર બની રહી છે. ભલે અમદાવાદમાં કોરોના (corona virus) ના પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો હોય, પરંતુ સુરત (Surat) માં દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત ગણાય. રિપોર્ટ કહે છે કે, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ચિંતાજનક નથી, પરંતુ સુરતમાં આ આંકડો ચિંતાજનક છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ છે, છતાં મૃત્યુદર ફક્ત 4.6 ટકા રહ્યો છે. જોકે સુરતમાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. 
Apr 14,2020, 12:39 PM IST

Trending news