12 april news News

અમદાવાદ : સહકાર સોસાયટીના એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ (Ahmedabad) ના કોરોના કેસના વિવિધ ઝોન મુજબના અપડેટ અને કરાઈ રહેલી કામગીરી વિશે માહિતી આપતા એએમસીના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કુલ ૩૪૬ કેસ થયા છે. જેમાં આજે 31 નવા કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 9 કેસ નવા આવ્યા છે. માણેકચોક વિસ્તારમાં 5 અને દરિયાપુરમાં 3 નવા કેસ આવ્યા છે. દક્ષિણ ઝોન અગાઉથી જ હોટસ્પોટમાં હતું. અહીં 11 નવા કેસ આવ્યા છે. તો નવા પશ્વિમ ઝોનમાં કેસ નિયંત્રણમાં છે. પશ્વિમ ઝોનમાં સહકાર સોસાયટીના એક પરિવાર ના સાત લોકોનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સારા સમાચાર એ છે કે, 15 કલાકમાં કોઈ જ મૃત્યુ થયું નથી. તેમજ 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 
Apr 14,2020, 13:15 PM IST
ગુજરાતમાં કોરોનાથી મોત મામલે સુરતે અમદાવાદને પણ પાછળ છોડ્યું
અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતની પરિસ્થિતિ અમદાવાદ કરતા પણ બદતર બની રહી છે. ભલે અમદાવાદમાં કોરોના (corona virus) ના પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો હોય, પરંતુ સુરત (Surat) માં દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત ગણાય. રિપોર્ટ કહે છે કે, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ચિંતાજનક નથી, પરંતુ સુરતમાં આ આંકડો ચિંતાજનક છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ છે, છતાં મૃત્યુદર ફક્ત 4.6 ટકા રહ્યો છે. જોકે સુરતમાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. 
Apr 14,2020, 12:39 PM IST
PM મોદીના સંબોધન સામે ફેલ છે 2 મોટા પોપ્યુલર શોની TRP, આંકડા આપે છે પુરાવા
એક સમય હતો, જ્યારે ટીવી પર રામાયણ અને મહાભારત જેવી સીરિયલ આવતી હતી, તે સમયે આખુ ભારત સ્ટેચ્યુ થઈ જતુ હોય તેવુ લાગતું. લોકો આતુરતાતી મહાભારત અને રામાયણની રાહ જોઈને બેસતા હતા. કોરોનાના કાળમાં આ સીરિયલ ફરીથી પ્રસારિત થઈ રહી છે. પરંતુ આ સમયમાં સૌથી વધુ રાહ તો વડાપ્રધાનની જોવાતી હોય છે. વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરે છે તેની લોકો આતુરતાથી રાહ જુએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. એક મહિનામાં દેશના નામે તેમનુ ચોથુ સંબોધન છે. ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ કે, કેવી રીતે પીએમ મોદીના સંબોધનને સૌથી વધુ પોપ્યુલારિટી મળે છે. બીજા શો તેની સામે ફિક્કા પડી જાય છે. 
Apr 14,2020, 10:37 AM IST
લોકડાઉનમાં લગાવાયેલ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સાચો મતલબ જાણી લેવો જરૂરી છે
Apr 14,2020, 10:27 AM IST
બનાસકાંઠા : 5 વર્ષનું બાળક અને 55 વર્ષના કાકાના કોન્ટેક્ટમાં આવેલ લોકોને શોધી રહ્યું
બનાસકાંઠા પણ કોરોના પહોંચી ચૂક્યો છે. આવામાં કોરોનાના બે પોઝિટિવ દર્દીઓને કોરોનાનું સંક્રમણ થતા અટકાવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. બનાસકાંઠામાં 2 પોઝિટિવ કોરોનાના કેસ (corona virus) મામલે જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પાલનપુરના ગઠામણ ગામના કોરોના પોઝિટિવ દર્દી સોમાભાઈ પરમારના સીધા કોન્ટેક્ટમાં 27 લોકો આવ્યા હતા. મીઠાવી ચારણ ગામના 5 વર્ષના કોરોના પોઝિટિવ બાળક માહિકના સીધા કોન્ટેકમાં 48 લોકો આવ્યા. આ બંન્ને સંક્રમિત લોકોના કોન્ટેક્ટમાં આવેલ લોકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. 55 વર્ષના સોમાભાઈના કોન્ટેક્ટમાં આવેલ 6 લોકોને પાલનપુર કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. તેમજ 2 લોકોના સેમ્પલ લેવાયા છે. 5 વર્ષીય બાળક માહિકના કોન્ટેકમાં આવેલા 6 લોકોને ડીસા કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી બંને લોકોના સેમ્પલ લેવાયા.
Apr 14,2020, 8:51 AM IST
દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ
દિલ્હીની નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા સેંકડો લોકોએ  અનેક લોકોને ચેપ લગાવ્યો છે. ત્યારે વડોદરામાં આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી મરકઝ મળી હોવાનો પર્દાફાશ  થયો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા વિસ્તારના સૈયદપુરામાં તબલિગી મરકજ (tablighi jamaat) મળી હતી. જેમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 3 જમાતના 22 લોકો વડોદરા આવ્યા હતા. આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો આજે પણ છે. તો વડોદરા (vadodara) ની 6 જમાત શહેર બહાર ગઈ હતી. 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે. 
Apr 14,2020, 7:52 AM IST

Trending news