રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની અંધશ્રદ્ધા, માતાજીના માંડવામાં શરીર પર સાંકળ મારી

રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીના પરિવારના માતાજીનો માંડવામાં શરીર પર સાંકળ મારતા જોવા મળ્યા હતા. તેમનો શરીર પર સાંકળ મારતો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. સવાલ એ છે કે, એક મંત્રી પદના વ્યક્તિને આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી કેટલી યોગ્ય લાગે. 

રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની અંધશ્રદ્ધા, માતાજીના માંડવામાં શરીર પર સાંકળ મારી

ગૌરવ દવે/રાજકોટ :રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીના પરિવારના માતાજીનો માંડવામાં શરીર પર સાંકળ મારતા જોવા મળ્યા હતા. તેમનો શરીર પર સાંકળ મારતો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. સવાલ એ છે કે, એક મંત્રી પદના વ્યક્તિને આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી કેટલી યોગ્ય લાગે. 

રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીના વતન ગુંદામાં માતાજીના માંડવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં રિવારમાં માતાજીના માંડવાના પ્રસંગમાં રૈયાણી પોતાને સાંકળ મારતા જોવા મળ્યા હતા. શ્રદ્ધા કહો કે અંધશ્રધ્ધા વર્ષોથી અરવિંદ રૈયાણી દર વર્ષે આવા માંડવામાં જોવા મળે છે. એટલુ જ નહિ, કાર્યક્રમમા ડાયરાની જેમ નોટોનો વરસાદ પણ કરાયો હતો. તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીત પણ પ્રસંગમાં હાજર હતા અને તેમણે પર આ રીતે શરીર પર સાંકળ મારી હતી. 

ઉલ્લેખનીય છે કે, માતાજીના માંડવાની આમંત્રણ પત્રિકા છપાઈ હતી, તેમાં પણ તેમનુ ભુવા તરીકે નામ લખવામાં આવ્યુ હતું. હાલ રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીનો વીડિયો વાયરલ થયો છે. જનપ્રતિનિધિની દરેક હરકત પર જનતાની નજર હોય છે, ત્યારે તેમનો અંધશ્રદ્ધાથી ભરેલો આ વીડિયો કેવો સંદેશ આપશે. 

મંત્રીની અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ વિરોધ કર્યો 
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યુ કે, 21 મી સદીમાં આવુ કૃત્ય અને મંત્રી કક્ષાના વ્યક્તિ આવુ કરે તે યોગ્ય નથી. આવુ કૃત્ય નિંદા પાત્ર છે. અંધશ્રદ્ધા તરફ ધકેલવા અને અવિજ્ઞાનનો પ્રચાર કરવો યોગ્ય નથી. આનાથી લોકોમાં ખોટો સંદેશ જાય છે. ઉચ્ચ કક્ષાએ બેસેલા લોકો આવી હરકત કરે તે યોગ્ય નથી. હું સરકારને અપીલ કરુ છું કે, આવા મંત્રીઓને પડતા મૂકવા જોઈએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફરજ છે કે લોકોમાં વૈજ્ઞાનિક માનસ કેળવાય તેવા કાર્યો કરવા અને તેને પ્રોત્સાહન આપવું. અરવિંદ રૈયાણીનું આ કૃત્ય ફરજ વિરોધનું છે. મંત્રી કક્ષાના લોકો સાંકળ લઈને ધૂણે અને પરંપરાના નામે પોતાનો બચાવ કરે તે અતાર્કિક છે.  
 શ્રદ્ધા રાખો એ જરૂરી છે. અમારો શ્રદ્ધા સામે કોઈ વિરોધ નથી. પંરતુ અતિશ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા તરફ જાય તે યોગ્ય નથી. નેતાગીરીએ પણ તેઓને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે, આવી હરકત ન કરવી જોઈએ. મંત્રી તરીકે આ કૃત્ય યોગ્ય નથી. આવા લોકોને પ્રોત્સાહન આપવુ ન જોઈએ. પરંપરા, માન્યતા અને જ્ઞાતિના રિવાજના નામે આવુ કૃત્ય કરવુ અને અંશ્રદ્ધાનો પ્રચાર કરવો યોગ્ય નથી. આનાથી ગામડા વિસ્તારોમાં ખોટો સંદેશ જાય. દેશને હવે માંડવાની જરૂર નથી. સેમિનાર, ઉચ્ચ શિક્ષણ અને કેમ્પની જરૂર છે. આવી પ્રવૃત્તિઓને રોકવી જોઈએ. કોઈ સરકારે અત્યાર સુધી અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો બનાવ્યો નથી. અમે કાયદો બને તેની માંગણી અનેકવાર કરી છે. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news