અમદાવાદમાં આ બે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા પત્રથી ખળભળાટ, તપાસનો ધમધમાટ શરૂ
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં આજે 26 જાન્યુઆરીએ સવારે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર બસ સ્ટેન્ડ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જે પત્ર મળતાંની સાથે જ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવીને તપાસ કરવાનું શરૂ કરી દીધું હતું.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: આવતીકાલે 26 જાન્યુઆરી છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોઈ આંતકવાદી પ્રવૃતિઓ કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ ના આપે તેના માટે પોલીસથી લઈને BSF સુધી એક્શન મોડમાં છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાંથી એક નનામો પત્ર મળ્યો છે. જેમાં અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. પત્રમાં મોબાઇલ નંબર પણ લખેલો છે, જેના કારણે પોલીસે તપાસ કરતા પત્ર કોઈ માનસિક વ્યક્તિએ મોકલ્યો હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં મળેલા પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. નનામા પત્રના આધારે ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ ધમકીભર્યો પત્ર મળતા સમગ્ર શહેરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં આજે 26 જાન્યુઆરીએ સવારે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર બસ સ્ટેન્ડ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જે પત્ર મળતાંની સાથે જ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવીને તપાસ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે કોણે પહોંચાડ્યો હતો તે સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે. આ પત્ર હિન્દીમાં લખવામાં આવ્યો છે. પરંતુ પાછળથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ માનસિક વ્યક્તિએ આ પત્ર મોકલ્યો હતો.
મહત્વનું છે કે, અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેસેજના પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સને પણ જાણ કરવામાં આવી હતી. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર 12-12 કલાકનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે