ફિલ્મી સ્ટાઈલમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, અંગત અદાવતમાં આતંક મચાવતા આરોપી CCTV માં કેદ

ફિલ્મી સ્ટાઇલથી મેસેજમાં ડાયલોગ બાજી કરી અને નાણા પરત આપવા માટે સલમાનને ધમકાવવામાં આવ્યો હોવાની હકીકત પણ સામે આવી છે. બાદમાં ફાયરિંગની ઘટના બની હતી. પ્રાથમિક તબક્કે ત્રણેક રાઉન્ડ ફાયરિંગ ફરિયાદીના ઘર પાસે કરવામાં આવ્યું.

ફિલ્મી સ્ટાઈલમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, અંગત અદાવતમાં આતંક મચાવતા આરોપી CCTV માં કેદ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના ફતેવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની છે. જોકે ઘટના અંગે જાણ થતા સરખેજ પોલીસને જાણ થતાં ઘટના સાથે પહોંચી ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદીની હકીકત પ્રમાણે અગાઉ આરોપીઓ દ્વારા ફરિયાદીની રીક્ષા પર જ્વલનસશીલ પદાર્થથી આગ લગાવતા અગાઉ ફરિયાદ નોંધાઈ હતી.

સરખેજ વિસ્તારમાં આવેલા તાજપીર ટેકરા પાસે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ફાયરિંગની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. જો બનાવ અંગેની વાત કરીએ તો બુધવારે વહેલી સવારે કેટલાક શખ્સો આ જગ્યા પર આવ્યા અને  એકાએક રિક્ષામાં આગ લગાવવાનો પ્રયત્ન કરી ત્રણ રાઉન્ડ જેટલો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા.  

No description available.

આ ઘટના અંગે સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ઘટના બની હતી જે સંદર્ભે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી. પરંતુ આ બનાવ કયા કારણોસર બન્યો તે અંગે પોલીસે હકીકત જાણતા અંગત અદાવત હોવાનું સામે આવ્યું હતું. જેમાં ફરિયાદીનો દીકરો સલમાન યુએસ ડીસી નો વેપાર કરી રહ્યો હતો. અને રૂપિયાની લેતી દેતી અંગે ફતેવાડી વિસ્તારના મુદ્દદસર નામના વ્યક્તિ સાથે તકરાર થઈ હતી જે બદલો લેવાના ઇરાદે રિક્ષામાં આગ લગાડવાનો પ્રયાસ અને ફાયરિંગની ઘટનાને અંજામ અપાયો હોવાનું પોલીસનો માનવું છે.

ઘટના અંગે પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ શરૂ કરી હતી. સાથે જ એફ એસ એલ ની ટીમને પણ સાથે રાખી ઘટના બનવા પાછળનું કારણ શોધવા પ્રયત્ન હાથ ધર્યા હતા. પોલીસની વાત માનીએ તો ફરિયાદમાં લખાવ્યા હકીકત મુજબ ફરિયાદીનો પુત્ર સલમાન અને મુદ્દદસર  વચ્ચે નાણાકીય લેવડદેવડ મામલે તકરાર થઈ હતી. અને આ તકરાર સંદર્ભે અગાઉ ધમકી ભર્યા મેસેજ પર આરોપી મુદ્દદસર દ્વારા કરવામાં આવ્યા હતા. 

No description available.

ફિલ્મી સ્ટાઇલથી મેસેજમાં ડાયલોગ બાજી કરી અને નાણા પરત આપવા માટે સલમાનને ધમકાવવામાં આવ્યો હોવાની હકીકત પણ સામે આવી છે. બાદમાં ફાયરિંગની ઘટના બની હતી. પ્રાથમિક તબક્કે ત્રણેક રાઉન્ડ ફાયરિંગ ફરિયાદીના ઘર પાસે કરવામાં આવ્યું. જેને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news