ઠંડી શરૂ થતા જ કચ્છમાં ભૂકંપની સીઝન શરૂ થઈ, સતત બીજા દિવસે આવ્યો આંચકો
Earthquake in Kutch: કચ્છમાં ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે, ગઈકાલે ભચાઉ બાદ આજે ધોળાવીરામાં તીવ્રતાનો આંચકો અનુભવાયો
Trending Photos
Kutch News : છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતની ધરા સતત ધૂર્જી રહી હતી. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહી છે. પરંતું હવે ગુજરાતમાં પણ ભૂકંપની સીઝન બદલાઈ છે. સીઝન બદલાતા જ કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. સતત બીજા દિવસે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગઈકાલે ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો આજે ધોળાવીરામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ઠંડી બદલાતા આંચકા શરૂ
કચ્છમાં ઠંડીની સીઝનની શરૂઆત થતાં જ ભૂકંપના આંચકાઓનો દોર શરૂ થયો છે. ધોળાવીરા પાસે આજે 3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર સાઉથ સાઉથ ઈસ્ટ બાજુ આંચકો નોંધાયો હતો. સવારે 6.55 કલાકે સિસ્મોલોજી યંત્ર પર આંચકો નોંધાયો હતો.
ગરમી અને ઠંડી ઋતુ ફેરફાર થતા કચ્છના વિવિધ વિસ્તારોમાં આંચકાઓ શરૂ થયા છે. તો ગઈ કાલે ભચાઉ પાસે ભૂંકપનો ઝાટકો નોંધાયો હતો. સીઝને કરવટ બદલાતા જ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો દોર શરૂ થયો છે. ગરમી અને ઠંડી ઋતુ ફેરફાર થતા આંચકાઓ શરૂ થયા છે.
ગઈકાલે ભચાઉ પાસે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 15 કિલોમીટર દૂર સાઉથ સાઉથ વેસ્ટ બાજુ આંચકો નોંધાયો હતો. ગઈકાલે સવારે 6.47 કલાકે સિસ્મોલોજી યંત્ર પર આંચકો નોંધાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે