કચરામાંથી કમાણી : આખા અમદાવાદના કચરાએ એએમસીને કરોડપતિ બનાવ્યું, કમાવી આપ્યા કરોડો રૂપિયા   

Pirana Landfill Site income : કોર્પોરેશનનો પીરાણા ડમ્પિંગ સાઈટ પર વેસ્ટ ટુ બેસ્ટ કરવાનો પ્રોજેક્ટ બહુ લકી સાબિત થયો છે. આ પ્રોજેક્ટ હવે કરોડોની કમાણી કરતો થયો છે. તો બીજી તરફ, એક ઉપર એક થઈ રહેલા કચરાના ઢગલા પણ ઘટી રહ્યાં છે

કચરામાંથી કમાણી : આખા અમદાવાદના કચરાએ એએમસીને કરોડપતિ બનાવ્યું, કમાવી આપ્યા કરોડો રૂપિયા   

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોઈ વિચારી પણ નહિ શકે કે આખા અમદાવાદનો કચરો એક દિવસે તંત્રને કરોડો રૂપિયાની કમાણી કરી આપશે. એક સમયની Amc ની વિવાદિત પીરાણા ડમ્પ સાઈટ હવે તંત્ર માટે મોટી આવકનું સાધન બી છે. આખરે તંત્રની કામગીરીનું પરિણામ મળવાનું શરૂ થયુ છે. કચરામાંથી નીકળતી માટીના ઉપયોગથી કોર્પોરેશનને કુલ રૂ.15 કરોડની આવક થઈ છે. 

કોર્પોરેશનનો પીરાણા ડમ્પિંગ સાઈટ પર વેસ્ટ ટુ બેસ્ટ કરવાનો પ્રોજેક્ટ બહુ લકી સાબિત થયો છે. આ પ્રોજેક્ટ હવે કરોડોની કમાણી કરતો થયો છે. તો બીજી તરફ, એક ઉપર એક થઈ રહેલા કચરાના ઢગલા પણ ઘટી રહ્યાં છે. આમ, કોર્પોરેશન માટે આ કચરો કમાણીનુ સાધન બન્યો છે. પીરાણા સાઈડ પરનો 3 ડમ્પ પૈકીનો અજમેરી ડમ્પ સાફ કરાયો છે. જેમાં 35 એકર જમીન ખુલ્લી કરીને 45 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો છે. 

કેટલી આવક થઈ
કચરામાંથી નીકળતી માટીના ઉપયોગથી અમદાવાદ કોર્પોરેશનને કુલ રૂ.15 કરોડની આવક થઈ છે. 8 લાખ મેટ્રિક ટન માટી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં આપી, જેમાં રૂ.11 કરોડની આવક થઈ. તો સાબરમતી આશ્રમ પ્રોજેક્ટ માટે આપેલી 4 લાખ મેટ્રિક ટન  માટીથી 2 કરોડથી વધુની આવક થઈ છે. ડમ્પ સાઈટ પરથી ગામડાના લોકોને 4 થી 5 લાખ મેટ્રિક ટન માટી અપાઇ છે. Amc ના વિવિધ પ્રોજેકટ માટે દોઢ લાખ મેટ્રિક ટન માટી અપાઈ છે. આમ, કચરામાંથી કંચન રૂપી આવક થઈ રહી છે. 

હાલ હાઈ ડમ્પ ખાલી કરવાની કામગીરી ચાલુ છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 52 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટે 24 કરોડનો ખર્ચ કરાયો છે. આ વિશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકી જણાવે છે કે, અનેક વિવાદ અને આરોપ વચ્ચે અમે કામ કર્યું, ડમ્પ સાઈટ પરથી અત્યારે દરરોજ 1 હજાર મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે. આજે 500 કરોડની કિંમતની જમીન ખુલ્લી થઈ છે. 24 કરોડના પ્રોજેક્ટની સામે 14 થી 15 કરોડની આવક થઈ છે. અમે નવા 2 વે બ્રિજ બનાવીને કામ ઝડપથી કરવા માંગી રહ્યા છે, દોઢ વર્ષમાં સાઈટ ક્લિયર કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news