અમદાવાદની ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં ધરખમ વધારો
ગુજરાત (Gujarat) માં હવે ધીમે ધીમે કોરોના કહેર ઓછો થતો જાય છે. સતત દિવસે ને દિવસે કોરોના (Coronavirus) ના કેસમાં ઘટાડો થતો જાય છે અને રિકવરી રેટ (Rocovery Rate) માં વધારો થતો જાય છે.
Trending Photos
અતુલ તિવારી, અમદવાદ: ગુજરાત (Gujarat) માં હવે ધીમે ધીમે કોરોના કહેર ઓછો થતો જાય છે. સતત દિવસે ને દિવસે કોરોના (Coronavirus) ના કેસમાં ઘટાડો થતો જાય છે અને રિકવરી રેટ (Rocovery Rate) માં વધારો થતો જાય છે. જેના પરિણામ સ્વરૂપે અમદાવાદ (Ahmedabad) ખાનગી કોવિડ હોસ્પિટલ (Private Hospital) માં ખાલી બેડની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ (Ahmedabad) ની ખાનગી કોવીડ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના કુલ 68 ટકા જેટલા બેડ ખાલી પડ્યા છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં આવેલા AMC અને ખાનગી ક્વોટા અંતર્ગત 7573 બેડમાંથી 5148 બેડ ખાલી, 2425 બેડ પર દર્દી દાખલ છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટીલેટરના AMC ક્વોટામાં 15 બેડ જ્યારે ખાનગી ક્વોટામાં 43 બેડ ખાલી છે.
અમદાવાદ(Ahmedabad) માં આવેલી 174 ખાનગી કોવીડ હોસ્પિટલમાં AMC ક્વોટા તેમજ ખાનગી ક્વોટામાં કોરોનાની સારવાર અપાઈ રહી છે. ખાનગી હોસ્પિટલમાં AMC ક્વોટા અંતર્ગત 1020 બેડ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
AMC ક્વોટાના કુલ 1020 બેડમાંથી 722 બેડ ખાલી છે તો 298 બેડ ફૂલ થઇ ગયા છે. AMC ક્વોટામાં ICU વિથ વેન્ટીલેટરના 29 બેડ ખાલી છે જ્યારે 61 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. AMC ક્વોટામાં ICU વિથ આઉટ વેન્ટીલેટરના 145 બેડ ખાલી છે, જ્યારે 78 બેડ પર દર્દીઓ દાખલ છે. તો આ તરફ AMC ક્વોટામાં આઇસોલેશનનો એકમાત્ર બેડ ખાલી છે. AMC ક્વોટામાં 547 HDU બેડ ખાલી છે, જ્યારે 159 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે.
ખાનગી કોવીડ હોસ્પિટલ (Covid Hospital) ના ખાનગી ક્વોટામાં 6553 બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે. કુલ 6553 માંથી 4426 બેડ ખાલી છે, જ્યારે 2127 બેડ પર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તો આ તરફ
ખાનગી ક્વોટામાં ICU વિથ વેન્ટીલેટરના 78 બેડ ખાલી છે, તો 346 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી ક્વોટામાં ICU વિથ આઉટ વેન્ટીલેટરના 401 બેડ ખાલી છે અને 566 બેડ પર દર્દીઓ દાખલ છે.
ખાનગી ક્વોટામાં આઇસોલેશનના 404 બેડ દર્દીઓથી ફૂલ છે તો 2190 બેડ હાલ ખાલી પડ્યા છે. ખાનગી ક્વોટામાં 1757 HDU બેડ ખાલી છે જ્યારે 811 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે