અમદાવાદની આ સરકારી શાળામાં ચાલી રહ્યો છે હાજરીનો ખેલ! વિદ્યાર્થીઓની સંખ્યામાં ગોલમાલ

અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના પાલડી કાંકજ ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા અને પાસે આવેલ શારદા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા અને હાજરી પુરવા બાબતે સામે આવેલ વિવાદને લઈને અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.

અમદાવાદની આ સરકારી શાળામાં ચાલી રહ્યો છે હાજરીનો ખેલ! વિદ્યાર્થીઓની સંખ્યામાં ગોલમાલ

ઉદય રંજન/અમદાવાદ: પાલડી કાંકજ ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ગેરકાયદેસર પ્રવેશ અને હાજરી મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જે મામલે અસલાલી પોલીસે સંદીપ બ્રહ્મભટ્ટ નામના ખાનગી શાળાના સંચાલકની ધરપકડ પણ કરી લીધી છે. જોકે આ કેસમાં સંડોવાયેલા સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય આરોપી જીગ્નેશ સથવારા હજુ ફરાર છે. 

9થી 12 ગ્રાન્ટેડ શાળા ચાલું
અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના પાલડી કાંકજ ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા અને પાસે આવેલ શારદા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા અને હાજરી પુરવા બાબતે સામે આવેલ વિવાદને લઈને અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. શારદા સ્કૂલ ના સંચાલક સંદીપ બ્રહ્મભટ્ટ અને સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશ સથવારા સામે દાખલ થયેલ ફરિયાદમાં સંદીપ બ્રહ્મભટ્ટની ધરપકડ કરાઇ છે. સંદીપ બ્રહ્મભટ્ટ ગામમાં 6 થી 8 ધોરણ ની ખાનગી શાળા ચલાવી રહ્યા હતા જ્યારે એ જ કેમ્પસમાં 9 થી 12 ગ્રાન્ટેડ શાળા ચાલુ છે. 

ખાનગી શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ ન મળ્યું
બીજી તરફ આ શાળાની નજીક 500 મીટર ની અંતરે સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. આ પ્રાથમિક શાળામાં 26 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં પૂરવામાં આવતી જ્યારે તેમ નું શૈક્ષણિક કાર્ય શારદા સ્કૂલ માં ચાલતું હતું. આ દરમિયાન સરકારી પ્રાથમિક શાળાની SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ના સભ્ય પોતાની દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ખાનગી શાળાએ પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની દીકરીનું નામ સરકારી પ્રાથમિક શાળામાં ઓન પેપર હતું. પણ માત્ર ભણવા માટે ખાનગી શાળામાં જતા હતા જેથી ખાનગી શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ ન મળ્યું.

પ્રતિ વિદ્યાર્થી રૂપિયા 11,000 ટ્યુશન ફી પણ વસૂલતા
પ્રાથમિક તપાસમાં એ પણ શંકા સેવાઈ રહી છે કે સરકારી શાળાના આચાર્ય જીગ્નેશ સથવારા અને ખાનગી શાળાના સંચાલક ની મિલીભગત ના કારણે વાલીઓએ ગેરમાર્ગે દોરવા નો વારો આવ્યો. કેમ કે શાળાના આચાર્ય વિદ્યાર્થીઓની ગેરકાયદેસર રીતે હાજરી પૂરતા હતા. જ્યારે તેમ નો શૈક્ષણિક કાર્ય ખાનગી શાળામાં ચાલી રહ્યું હતું. જે માટે સંદીપ ભટ્ટ પ્રતિ વિદ્યાર્થી રૂપિયા 11,000 ટ્યુશન ફી પણ વસૂલતા હતા. અગાઉ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ કરાવતા આચાર્ય ની ભૂલ સામે આવી હતી જેથી તેની બદલી અન્ય શાળામાં કરી દેવામાં આવી હતી. 

અસલાલી પોલીસે ફરિયાદ નોંધી
જોકે હવે પોલીસ ફરિયાદ થઈ છે ત્યારે આચાર્ય ફરાર થઈ ગયા છે. ત્યારે અસલાલી પોલીસે ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરીને વધુ એક ફરાર આરોપીની શોધ શરુ કરી છે અને તપાસ હાથ ધરી છે કે આ પ્રકારે આ જ સંચાલકો અન્ય કોઈ આવી બોગસ શાળા ચલાવવામાં આવે છે કેમ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news