પ્રેમલગ્ન કરી અમદાવાદમાં ભાગીને આવેલી બહેન-બનેવીની હત્યા કરવા બે યુવકોએ ઘડ્યો પ્લાન, પણ...

રાત્રી દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલી ટીમે રિક્ષામાં પસાર થતા બે યુવકોને રોકી તપાસ કરતા બેગમાંથી પિસ્ટલ અને કારતૂસ મળી આવ્યા. યુવકોની પૂછપરછ કરતા એક યુગલ એ બે આરોપી પૈકી એક આરોપીની બહેન એ પ્રેમલગ્ન કરીને અમદાવાદ ભાગીને આવેલી બહેન અને તેના બનેવી હત્યા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી.

પ્રેમલગ્ન કરી અમદાવાદમાં ભાગીને આવેલી બહેન-બનેવીની હત્યા કરવા બે યુવકોએ ઘડ્યો પ્લાન, પણ...

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ પોલીસની સજાગતા એ ઓનર કિલિંગ જેવી ગંભીર ઘટના બનતા અટકાવી છે. રાત્રી દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલી ટીમે રિક્ષામાં પસાર થતા બે યુવકોને રોકી તપાસ કરતા બેગમાંથી પિસ્ટલ અને કારતૂસ મળી આવ્યા. યુવકોની પૂછપરછ કરતા એક યુગલ એ બે આરોપી પૈકી એક આરોપીની બહેન એ પ્રેમલગ્ન કરીને અમદાવાદ ભાગીને આવેલી બહેન અને તેના બનેવી હત્યા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી આ મામલે પોલીસે બંને યુવકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી બે લોકોનો જીવ બચાવ્યો છે.

અમદાવાદના દરિયાપુર પોલીસની ગીરફતમાં દેખાતા આ બંને યુવકો ના નામ સંદીપ કુમાર સિંગ અને સંજય ઝા છે. બંને શખ્સો મૂળ બિહારના રહેવાસી છે. દરિયાપુર પોલીસ રાત્રીના સમયે વાહન ચેકીંગ માં હતી જે દરમિયાન પ્રેમ દરવાજા પાસે રીક્ષા માં પસાર થતા આ બંને આરોપીઓને પકડી સામાન ચેક કરતા એક પિસ્ટલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી બંને શખ્સોને હથિયારના લાયસન્સ બાબતે પૂછતાં કોઈ જવાબ ન આપી શકતા પોલીસ મથકે લાવી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પકડાયેલા આરોપી માં સંદીપ કુમાર રાકેશ કુમાર સિંઘે જણાવ્યું હતું કે અઢી વર્ષ પહેલા તેની બહેન સોનાલીને સીબુસિંગ રાજપૂત નામનો યુવક ભગાડી ને અમદાવાદ ખાતે લાવ્યો હતો અને ચાંદખેડામાં એક જગ્યાએ રહેતા હોય તેવી હકીકત તેને મળી હતી. જેથી પોતાની બેન સોનાલી અને તેના પતિ સીબુસિંગને પરત પોતાના ગામ બિહાર ખાતે લઈ જવા માટે આવ્યો હતો અને જો આ લોકો ન માને તો જાનથી મારી નાખવા માટે બિહારથી અમદાવાદ આવ્યા હોવાની હકીકત જણાવી હતી. બંને આરોપીઓ ટ્રેનમાંથી ઉતરી સીધા જ ચાંદખેડા જઈ રહ્યા હતા, ત્યાં જઈને પોતા નો ઈરાદો પાર પાડી બિહાર પરત ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

બંને આરોપીઓએ ભેગા મળીને આ ગુનાહિત કાવતરું રચ્યું હતું, સંજય ઝા સંદીપસિંગ નો જૂનો મિત્ર હોય તે પોતાના મિત્રની મદદ કરવા તેની જોડે ટ્રેનમાં અમદાવાદ આવ્યો હતો. તેઓ ની પાસેથી મળી આવેલ પિસ્ટલ બાબતે પૂછપરછ કરતા બિહાર ના પીન્ટુ કુમાર સિંગ નામના વ્યક્તિ પાસેથી ચાર મહિના પહેલા પોતાની પાસે રાખવા માટે લીધી હોવાની હકીકત જણાવી હતી. આ મામલે દરિયાપુર પોલીસે આરોપીઓની સામે ગુનો દાખલ કરી હથિયાર કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news