પરંપરાગત રુટ પર નીકળશે ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા, દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરવુ પડશે

145th Rathyatra In Ahmedabad  : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના વાઘાની મંદિરમાં કરાઈ વધામણી...  મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓ માટે મૂકાશે ભગવાનના વાઘા અને અલંકારો... ભગવાન અમાસના દિવસે મામાના ઘરેથી નીજ મંદિર પરત આવશે...

પરંપરાગત રુટ પર નીકળશે ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા, દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરવુ પડશે

આશ્કા જાની/અમદાવાદ :સમગ્ર દેશમાં પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે. રથયાત્રાનુ શિડ્યુલ પણ આવી ગયુ છે. કયા સમયે પૂજા થશે કયા સમયે રથયાત્રાનો પ્રારંભ થશે તેની માહિતી મંદિર દ્વારા જણાવવામાં આવી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રાના માહોલ જામ્યો છે. જેથી ભક્તોમાં ઉત્સાહ છે. આ વર્ષે પરંપરા રૂટ પરથી જ રથયાત્રા નીકળશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે. પરંતુ દર્શન માટે રથયાત્રાના દિવસે માસ્ક પહેરવું ફરજિયાત કરાયુ છે. સાથે જ રથયાત્રાનો 1.5 કરોડનો વીમો ઉતારવામા આવ્યો છે.

ભગવાનના વાઘાની પધરામણી
ભગવાન જગન્નાથજીના વાઘાની મંદિરમાં પધરામણી થઈ ગઈ છે. મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓ માટે ભગવાનના વાઘા અને અલંકારો દર્શન માટે મૂકાયા છે. મામાના ઘરેથી ભગવાન અમાસના દિવસે વાઘા આવશે. જેની મંદિરમાં ભગવાનની વિશેષ પૂજા કરાશે. નાથના વધામણાં કરવા મંદિર સજ્જ થઈ રહ્યુ છે. યજમાન દ્વારા વાજતે ગાજતે ભગવાનના વાઘા,અલંકારો ઘરેલાં સહિત લાવવામાં આવી રહ્યા છે. મંદિરમાં શોભાયાત્રા સ્વરૂપે ભગવાનાના વાઘાની  પધરામણી થઈ છે. ગજરાજો પણ વાઘાની પધરામણીમાં જોડાયા છે. 

29 જૂનન શિડ્યુલ

  • સવારે 8.00 કલાકે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવનો ગર્ભ ગૃહમાં પ્રવેશ તથા નેત્રોત્સવ પૂજા વિધિ થશે. વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનના આંખે પાટા બાંધવામા આવશે.
  • સવારે 9.30 કલાકે ધ્વજારોહણ વિધિ, જેમાં સીઆર પાટીલની હાજરી રહેશે
  • સવારે 11.00 કલાકે સંતોનુ સન્માન થશે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.

રથયાત્રાના આગામી દિવસ 30 જૂનનુ શિડ્યુલ

  • સવારે 10.30 કલાકે સોનાવેષના દર્શન અને ગજરાજ પૂજન
  • બપોરે 3.00 કલાકે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ
  • સાંજે 4.00 કલાકે શહેર શાંતિ સમિતિની મુલાકાત
  • સાંજે 6.00 કલાકે મુખ્યમંત્રી દ્વારા પૂજા અને આરતી

આ પણ વાંચો : મારું ઘર પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાની આગેવાનીમાં ટોળાએ બાળ્યુ હતું : ઝફર સરેશવાલા 

રથયાત્રાના દિવસનુ શિડ્યુલ

  • સવારે 4.00 કલાકે મંગળા આરતી, જેમાં ગૃહરાજ્ય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિ
  • સવારે 4.30 કલાકે ખીચડીનો વિશેષ ભોગ ભગવાનને ધરાવાશે
  • સવારે 5.00 કલાકે ભગવાનને અતિપ્રિય આદિવાસી નૃત્ય, રાસ ગરબા અને ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરાશે
  • સવારે 5.45 કલાકે રથમાં ભગવાનનો પ્રવેશ
  • સવારે 7.00 કલાકે રથયાત્રાનો પ્રારંભ

આ પણ વાંચો : રાજકોટમાં પોલીસની દાદાગીરી, ઈંડા ખાધા પછી રૂપિયા ન આપ્યા, અને માંગ્યા તો સગીરને માર માર્યો

આ રહ્યો રથયાત્રાનો રૂટ

  • સવારે 7.5 કલાકે મંદિરથી રથયાત્રાનો શુભારંભ
  • સવારે 9 કલાકે amc
  • સવારે 9.45 કલાકે રાયપુર ચકલા
  • સવારે 10.30 કલાકે ખાડિયા
  • બપોરે 11.15 કલાકે કાલુપુર સર્કલ
  • બપોરે 12 કલાકે સરસપુર
  • બપોરે 1 કલાકે સરસપુરથી પરત
  • બપોરે 2 કલાકે કાલુપુર સર્કલ
  • બપોરે 2.30 કલાકે પ્રેમ દરવાજા
  • બપોરે 3.15 કલાકે દિલ્હી ચકલા
  • બપોરે 3.45 કલાકે શાહપુર દરવાજા
  • બપોરે 4.30 કલાકે આર.સી સ્કૂલ
  • સાંજે 5 કલાકે ઘી કાંટા
  • સાંજે 5.45 કલાકે પાનકોર નાકા
  • સાંજે 6.30 કલાકે માણેકચોક
  • રાત્રે 8.30 કલાકે નિજમદિર

બહારથી આવેલા 2000 સંતો જોડાશે 
આ વર્ષ 145 મી રથયાત્રામાં 18 ગજરાજ ,101 ટ્રક જોડાશે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ અને 1000 થી 1200 ખલાસી હશે. રથયાત્રામાં 2000 જેટલા સંતો સામેલ થશે. જેઓ હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન અને જગન્નાથપુરીથી આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news