VIDEO ભીડમાં ફસાયેલા બાળકને ધક્કે ચડાવનારા સિક્યુરિટી ગાર્ડને સલમાને માર્યો લાફો

સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે એક સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે.

VIDEO ભીડમાં ફસાયેલા બાળકને ધક્કે ચડાવનારા સિક્યુરિટી ગાર્ડને સલમાને માર્યો લાફો

નવી દિલ્હી: સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે એક સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે. આ ઘટના ગત રાતના રોજ ભારત ફિલ્મના પ્રિમિયર વખતે ઘટી હતી. વીડિયોમાં સલમાન ખાન PVR ફોનિક્સની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. ભારે ભીડમાં એક બાળક ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સલમાનના બોડીગાર્ડે તે બાળકેને ધક્કે ચડાવ્યો. જેના કારણે સલમાન રાતોપીળો થઈ ગયો. તેણે બાળક સાથે દુર્વ્યવહાર કરનારા સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી. 

— 🎐 (@heartgetshurt) June 5, 2019

બોલિવૂડના દબંગ સલમાન ખાનની બહુ ચર્ચિત ફિલ્મ 'ભારત' ઈદના દિવસે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને ખુબ પસંદ કરાઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો તો લોકોને પસંદ પડ્યા જ હતાં. ફિલ્મમાં કેટરીના કૈફ, જેકી શ્રોફ, દિશા પટણી, સુનીલ ગ્રોવર અને તબ્બુ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. 'ભારત' એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે. જે કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની રીમેક છે. 

— Salman Khan (@BeingSalmanKhan) June 5, 2019

ઈદ પર સલમાન ખાને ફેન્સનું કર્યું અભિવાદન
સલમાન ખાને ઈદના દિવસે પોતાના મુંબઈના ઘરેથી ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. ઈદના અવસરે મોટી સંખ્યામાં ફેન્સ તેના ઘરની બહાર પોતાના મનગમતા સ્ટારની એક ઝલક લેવા માટે ભેગા  થયા હતાં. સુપર સ્ટાર સલમાન ખાનના  બાંદ્રા વિસ્તારના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોટી સંખ્યામાં ફેન્સની ભીડ જોવા મળી હતી. આખો દિવસ ફેન્સે સલમાનની રાહ જોઈ અને આખરે સલમાને તેમનું અભિવાદન કર્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news