32 વર્ષ બાદ બની Rajinikanth-Amitabh Bachchanની જોડી, આ ફિલ્મમાં સાથે જોવા મળશે!

Amitabh Bachchan and Rajinikanth Movie: 32 વર્ષ બાદ મેગાસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચનની જોડી બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બંને દિગ્ગજ કલાકારો ફિલ્મ થલાઈવર 170માં સાથે જોવા મળી શકે છે.

32 વર્ષ બાદ બની Rajinikanth-Amitabh Bachchanની જોડી, આ ફિલ્મમાં સાથે જોવા મળશે!

Rajinikanth Amitabh Bachchan New Film:'અંધા કાનૂન', 'હમ' અને 'ગિરફ્તાર' જેવી ફિલ્મો કર્યા બાદ દીગ્ગજ મેગાસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચનની જોડીના સમાચાર ફરી એકવાર સામે આવી રહ્યા છે. હા... રિપોર્ટ્સનું માનીએ તો રજનીકાંત અને અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી ઓનસ્ક્રીન જોડી બનાવવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ થલાઈવર 170માં અમિતાભ બચ્ચન અને રજનીકાંત જોવા મળી શકે છે. જોકે, રજનીકાંત, અમિતાભ બચ્ચન કે મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

મેગાસ્ટાર રજનીકાંતે તાજેતરમાં જ જેલર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને હવે તે લાલ સલામ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ બે ફિલ્મો પછી રજનીકાંત થલાઈવર 170માં વ્યસ્ત થઈ જશે. જો રિપોર્ટ્સનું માનીએ તો ડિરેક્ટર તીજય ગણવેલ્સ થલાઈવર 170નું ડાયરેક્શન કરી રહ્યા છે. અહેવાલ અનુસાર, એક સૂત્રનું કહેવું છે કે થલાઈવર 170માં 2 મોટા દિગ્ગજ કલાકારો સાથે દેખાઈ શકે છે. 

સુપરસ્ટાર રજનીકાંતે તેની આગામી ફિલ્મ જેલરનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં રજનીકાંત જેલર મુથુવેલ પંડ્યાનના રોલમાં જોવા મળશે. રજનીકાંતની આગામી ફિલ્મમાં પ્રિયંકા મોહન, શિવા રાજકુમાર, જેકી શ્રોફ, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વસંત રવિ, વિનાયકન સહિત ઘણા કલાકારો જોવા મળવાના છે. એટલું જ નહીં મલયાલમ એક્ટર મોહનલાલ પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળવાના છે. ટૂંક સમયમાં જ રજનીકાંત થલાઈવર 170નું શૂટિંગ શરૂ કરી શકે છે, આ રજનીકાંતના કરિયરની 170મી ફિલ્મ છે, તેથી ફિલ્મનું નામ કાયમી ધોરણે થલાઈવર 170 રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:
Biparjoy Cyclone: 6 કલાકમાં બિપોરજોય બની જશે 'અતિ ગંભીર વાવાઝોડું', એલર્ટ જાહેર
ગુજરાત પર હવે નથી વાવાઝોડાનું જોખમ, પણ અસર તો થશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ
રાશિફળ 11 જૂન: આ રાશિના લોકોને આજે ધંધામાં થશે મોટો ફાયદો, નોકરી ક્ષેત્રે મળશે તક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news