VIDEO : નસિરુદ્દીન શાહ પછી હવે તેની દીકરી પણ વિવાદોમાં, મહિલાઓ સાથે કરી મારામારી

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનું ફુટેજ મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યું છે

VIDEO : નસિરુદ્દીન શાહ પછી હવે તેની દીકરી પણ વિવાદોમાં, મહિલાઓ સાથે કરી મારામારી

નવી દિલ્હી : બોલિવૂડના લોકપ્રિય અભિનેતા નસિરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચેનો વિવાદ હજી શાંત નથી થયો ત્યારે નસિરુદ્દીનની દીકરી હીબા શાહ (Heeba Shah) વિવાદમાં ફસાઈ છે. હીબા એક્ટર નસિરુદ્દીન શાહની પહેલી પત્નીની દીકરી છે. હીબા પર એક વેટરનરી હોસ્પિટલે ગંભીર આરોપ લગાવ્યા છે. હીબા પર આરોપ છે કે તેણે 16 જાન્યુઆરીના દિવસે વેટરનરી ક્લિનિકની બે મહિલા કર્મચારીઓ સાથે મારામારી કરી હતી અને આ ઘટનાના ફુટે મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. જાનવરોના ઇલાજ માટે ક્લિનિક ચલાવતા Feline foundation દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે હીબા શાહ વિરૂદ્ધ NC (Non-cognizable offence) નોંધવામાં આવી છે અને પોલીસ તપાસમાં લાગી ગઈ છે. 

આ ઘટનાની વિગતો જોઈએ તો 16 જાન્યુઆરીના દિવસે વર્સોવાના વાઇલ્ડ વુડ પાર્કમાં રહેતી હીબા શાહની મિત્ર સુપ્રિયા શર્માએ વેટરનરી ક્લિનિકમાં બે બિલાડીઓની નસબંદી માટે સ્લોટ બુક કર્યા હતા પણ કોઈ કારણોસર તેના બદલે તેની મિત્ર હીબા બે બિલાડીઓને લઈને પહોંચી હતી. હીબા બપોરે લગભગ 2.50 કલાકે ક્લિનિક આવી હતી. એ સમયે ક્લિનિકમાં સર્જરી ચાલી રહી હોવાના કારણે કર્મચારીઓ હીબાને પાંચ મિનિટ રાહ જોવાનું કહે છે. જોકે થોડીક મિનિટો પછી હીબા ગુસ્સે થઈને લોકોને ધમકાવા લાગે છે. 

હીબાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે તમે મને આટલી બધી વાર કઈ રીતે રાહ જોવડાવી શકો છો. મને કોઈ અસિસ્ટ પણ નથી કરી રહ્યું. હીબા પર આરોપ છે કે બિલાડીઓને દાખલ કરવા માટે જ્યારે હીબાને સાઇન કરવાનું કહ્યું તો તે ગુસ્સે થઈ ગઈ અને સ્ટાફ વિશે જેમતેમ બોલવા લાગી. ક્લિનિકના સ્ટાફે જ્યારે હીબાને જવાનું કહ્યું તો તેણે બે મહિલાઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી હતી. પોલીસે હવે હીબા વિરૂદ્ધ IPC 323, 504 અને 506 વિરૂદ્ધ NC દાખલ કરી છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news