Maruti Suzukiએ લોન્ચ કરી Ciaz S, તમારા સપનાની કાર આવી જાય એટલી છે કિંમત

મારુતી સુઝુકીએ પોતાના સેડાન કાર સિયાઝ (Maruti Suzuki Ciaz S) ના સ્પોર્ટસ વેરિએન્ટ સિયાઝ એસને શનિવારે લોન્ચ કર્યું છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 10.08 લાખ રૂપિયા છે. સિયાઝનું બેઝિક મોડલ 6 (BS VI)ની શરૂઆતની કિંમત 8.31 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સિયાઝના સૌથી ટોપ મોડલ કારની એક્સ શોરૂમ કિંમત 11.09 લાખ રૂપિયા છે. સિયાઝ એસનું ઈન્ટીરિયર સ્પોર્ટી લૂકમાં છે. આ કાર સાંગરિયા રેડ, પ્રીમિયમ સિલ્વર અને પર્લ સ્નો રંગમાં ઉપલબ્ધ છે. આ કાર 6 BS VI વેરિયેન્ટમાં લોન્ચ કરાઈ છે.
Maruti Suzukiએ લોન્ચ કરી Ciaz S, તમારા સપનાની કાર આવી જાય એટલી છે કિંમત

નવી દિલ્હી :મારુતી સુઝુકીએ પોતાના સેડાન કાર સિયાઝ (Maruti Suzuki Ciaz S) ના સ્પોર્ટસ વેરિએન્ટ સિયાઝ એસને શનિવારે લોન્ચ કર્યું છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 10.08 લાખ રૂપિયા છે. સિયાઝનું બેઝિક મોડલ 6 (BS VI)ની શરૂઆતની કિંમત 8.31 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સિયાઝના સૌથી ટોપ મોડલ કારની એક્સ શોરૂમ કિંમત 11.09 લાખ રૂપિયા છે. સિયાઝ એસનું ઈન્ટીરિયર સ્પોર્ટી લૂકમાં છે. આ કાર સાંગરિયા રેડ, પ્રીમિયમ સિલ્વર અને પર્લ સ્નો રંગમાં ઉપલબ્ધ છે. આ કાર 6 BS VI વેરિયેન્ટમાં લોન્ચ કરાઈ છે.

આ પ્રસંગે મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, કંપનીએ સિયાઝને વર્ષ 2014માં લોન્ચ કર્યું હતું. આજે સિયાઝના 2.7 લાખ કસ્ટમર છે અને આ સેગમેન્ટમાં તેની માર્કેટ હિસ્સેદારી 29 ટકા છે. નવી સીરિઝ એસ સ્પોર્ટી લૂકની સાથે કસ્ટમરને બહુ જ પસંદ આવશે. 

price

સિયાઝનું એન્જિન
બીએસ 6 માપદંડવાળા સિયાઝમાં 1.5 લીટરના કે-15 (K-15) સીરિઝ પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે. એ અર્ટિગા એમપીવીની જેમ પાવર આપે છે. આ એન્જિન 104 બીએચપીનું પાવર આપે છે અને 138 એનએમનું પીક ટોર્ક જનરેટ કરે છે. આ કારનું એન્જિન મારુતિ સુઝુકીના SHVS Smart mild hybride ટેકનોલોજીની સાથે આવે છે.

કારમાં મોટી ટચસ્ક્રીન, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઈબીડી સહિત એબીએસ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ અને અનેક ખાસ ફીચર્સ પણ સામેલ છે. કંપની સિયાઝ એસને રજૂ કરીને આ સેગમેન્ટમાં પોતાનું વેચાણ વધારવાની તૈયારીમાં છે. આ કારની સીધી કોમ્પિટિશન હોન્ડા સિટી, સ્કોડા રેપિડ અને ફોક્સવેગન વેન્ટો સાથે છે. 

મારુતિ સુઝુકી પોતાના તમામ મોડલને બીએસ 6 માપદંડમાં બદલવામાં લાગી છે. હકીકતમાં, ભારતમાં 1 એપ્રિલ, 2020થી માત્ર બીએસ 6 માપદંડની ગાડીઓ જ વેચાશે. કંપની હજી પણ અનેક બીએસ 6 માપદંડવાળી કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news