Box Office Collection Day 1: છવાઈ ગઈ કબીર સિંહ, એક દિવસમાં કરી આટલી કમાણી 

આ શુક્રવારે રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ શાહિદ કપૂરની કરિયરની હાઇએસ્ટ ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.

Box Office Collection Day 1: છવાઈ ગઈ કબીર સિંહ, એક દિવસમાં કરી આટલી કમાણી 

નવી દિલ્હી : આ શુક્રવારે રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ શાહિદ કપૂરની કરિયરની હાઇએસ્ટ ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે પહેલા દિવસના કલેક્શન મામલે પદ્માવતને પણ પછાડી દીધી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિરપોર્ટ પ્રમાણે કબીર સિંહે પહેલા દિવસે શાનદાર પ્રદર્શન કરીને 20.21 કરોડ રૂપિયાની રેન્જમાં કલેક્શન કર્યું છે. 

કબીર સિંહ (શાહિદ કપૂર)નશાની હાલતમાં ઘરથી નીકળીને બરબાદ થવાની અણીએ પહોંચી ચૂકેલો એક એક્સપર્ટ સર્જન છે. કહાણી ફ્લેશબેકમાં જાય છે, જ્યાં ખબર પડે છે કે કબીર ગુસ્સા પર કાબૂ ન મેળવી શકનાર એક મેડિકલ સ્ટુડન્ટ છે. તે ટોપર હોવા સાથે ફૂટબોલ ચેમ્પિયન પણ છે. તે કોલેજ છોડવાનો જ હોય છે કે તેની જિંદગી હંમેશા માટે બદલાઈ જાય છે. તેને કોલેજ કેમ્પસમાં પ્રીતિ સિક્કા (કિયારા અડવાણી) જેવી 19 વર્ષની માસૂમ, સુંદર, સિમ્પલ છોકરી દેખાય છે. પહેલી નજરમાં પ્રેમમાં પડનારો કબીર આખી કોલેજને કહી દે છે કે પ્રીતિ તેની છે અને તેની તરફ આંખ ઉઠાવીને જોનારાની આંખો તે ફોડી નાખશે. હવે કબીર મેડિકલ કોલેજમાં પ્રીતિનો પડછાયો બની પોતે સર્જન બને છે અને પ્રીતિને ડોક્ટર બનવામાં તેની મદદ કરી. પરંતુ ત્યારે જ સ્થિતિ એવી બની જાય છે કે રૂઢિવાદી પરિવારના પ્રેશર અને કબીરના ગુસ્સાના કારણે પ્રીતિના લગ્ન બીજે ક્યાંય કરી દેવામાં આવે છે. આ બાદ કબીર સેલ્ફ ડિસ્ટ્રક્શનની તમામ હદો પાર કરતો જાય છે જે કોઈ સામાન્ય છોકરો ક્યારેય ન કરતો.

કબીર સિંહના પાત્રમાં શાહિદ કપૂરે અફલાતુન કામ કર્યું છે. તે જાણે પોતાના જીવી ગયો છે. ફિલ્મમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેણે ઓછા ડાયલોગ અને સ્ક્રીન સ્પેસ મળવા છતાં આંખોથી એક્ટિંગ કરી છે. ફિલ્મમાં દોસ્ત શિવાના રૂપમાં સોહમ મજૂમદારની ભૂમિકા ઉલ્લેખનીય છે. તે મનોરંજન સાથે દિલને સ્પર્શી જાય છે. અર્જન બાજવા, સુરેશ ઓબેરોય અને નિકિતા દત્તાએ પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે. દાદીના રૂપમાં સીનિયર એક્ટ્રેસ કામિની કૌશલને જોવું સુખદ સાબિત થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news