FATF: આતંકવાદને અટકાવે પાકિસ્તાન નહી તો ફરીથી 'ગ્રે' યાદીમાં ફેંકાશે
એફએટીએફ રિપોર્ટ અંગે મીડિયાના સવાલોનાં જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે,એફએટીએફએ નિશ્ચય કર્યો છે કે જાન્યુઆરી અને મે 2019 માટે નિશ્ચિત કાર્ય યોજના લાગુ કરવામાં પાકિસ્તાનની અસફળતાને ધ્યાને રાખીને તેને આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમુહની ગ્રે યાદીમાં જ રહેવા દેવામાં આવે
Trending Photos
નવી દિલ્હી : ભારતે શનિવારે કહ્યું કે, તેઓ પાકિસ્તાન પાસેથી આશા કરે છેકે તેઓ એફએટીએફ (FATF) કાર્ય યોજના સપ્ટેમ્બર સુધી પ્રભાવી પદ્ધતીથી લાગુ કરશે અને તેની ધરતીથી ઉત્પન્ન થનારા આતંકવાદ તથા આતંકવાદીઓને પોષણ સંબંધી વૈશ્વિક ચિંતાઓને દુર કરવા માટે નક્કર , સાચા, યોગ્ય અને અપરિવર્તનીય પગલું ઉઠાવશે. એપએટીએફ રિપોર્ટ અંગે મીડિયાનાં સવાલો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે, એફએટીએફએ નિર્ધારિત કર્યું છે કે જાન્યુઆરી અને મે 2019 માટે નિશ્ચિત કાર્ય યોજનાને લાગુ કરવામાં પાકિસ્તાનની અસફળતાને ધ્યાને રાખી તેને આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમુહ (ICRG) ની ગ્રે યાદીમાં જ રાખવામાં આવે.
ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
પાકિસ્તાન પોતાની ધરતી પરનો આતંકવાદ અટકાવે
અમે પાકિસ્તાન પાસે આશા કરીએ છીએ કે તેઓ બચેલા સમયમાં સપ્ટેમ્બર 2019 સુધીમાં એફએટીએફ કાર્યયોજનાને પુર્ણ અને પ્રભાવી રીતે લાગુ કરશે. તેણે એફએટીએફ સાથે રાજનીતિક વચન આપ્યું હતું કે, તેઓ પોતાની ધરતી પરથી ઉત્પન્ન થનારા આતંકવાદ અને આતંકવાદીઓને પોષણ સંબંધીત વૈશ્વિક ચિંતાઓને દુર કરવા માટે નક્ક, યોગ્ય અને અપરિવર્તનીય અને વિશ્વસનીય પગલા ઉઠાવશે.
રેપના આરોપી BSP સાંસદ અતુલ રાયે દોઢ મહિના બાદ વારાણસી કોર્ટમાં કર્યું સમર્પણ
ગત્ત વર્ષથી ગ્રે યાદીમાં છે પાકિસ્તાન
પેરિસ ખાતે વૈશ્વિક સંગઠન એફએટીએફ આતંકવાદી આર્થિક ગતિવિધિ અને નાણા સંશોધનને ઘટાડવા માટે કામ કરી રહ્યું છે અને તેને પ્રતિબંધિત સંગઠનો લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદની દેશમાં ગતિવિધિઓનું પુનર્મુલ્યાંકન કરવા માટે જણાવ્યું છે.
પરિવાર શોધી રહ્યો હતો જમાઈ, પુત્રીએ કર્યું એવું પરાક્રમ કે હવે લાવવી પડશે વહુ
ગત્ત વર્ષે જુનમાં એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે યાદીમાં નાખ્યું હતું. આ યાદીમાં સમાવિષ્ટ દેશોને સ્થાનિક કાયદા અને નાણા સંશોધન અને આતંકવાદીઓને આર્થિક સહાય આપવા અને નકેલ કસવાની દ્રષ્ટીએ નબળું માનવામાં આવે છે.
FATF એ પાકિસ્તાનને કહ્યું સુધરવાની હજી સુધી તક નથી મળી
બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર
ફ્લોરિડાએ ઓરલૈંડોમાં થયેલી એક બેઠક બાદ બહાર પાડેલા નિવેદનમાં એફએટીએફએ ચિંતા વ્યક્ત કરી કે, પાકિસ્તાન ન માત્ર પોતાની જાન્યુઆરીની સમયસીમાની કાર્ય યોજનાને લાગુ કરવામાં અસફળ રહ્યું છે પરંતુ તેણે મે 2019માં પણ કાર્ય યોજના લાગુ નથી કરી. એફએટીએફએ કડક શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું કે, તેઓ અંતિમ સમય સીમા સમાપ્ત થતા પહેલા કાર્ય યોજનાને લાગુ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે