Bollywood Life Awards 2022 Live: બોલિવૂડ લાઈફ એવોર્ડ 2022માં કયા સ્ટાર્સ નોમિનેટ થયા અને કયા સ્ટાર્સ વિજેતા બન્યા?

Bollywood Life Awards 2022 Live: દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ લાઈફ 2022 (Bollywood Life Awards 2022) એ દસ્તક આપી છે. બોલિવૂડ લાઈફના વિજેતાઓની જાહેરાત આજે સવારે 10 વાગ્યાથી કરવામાં આવશે.

Bollywood Life Awards 2022 Live: બોલિવૂડ લાઈફ એવોર્ડ 2022માં કયા સ્ટાર્સ નોમિનેટ થયા અને કયા સ્ટાર્સ વિજેતા બન્યા?

Bollywood Life Awards 2022 Live: આખરે તે સમય આવી ગયો છે જ્યારે બોલિવુડ લાઈફ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સને એવોર્ડ મળવા જઈ રહ્યું છે જે સામાન્ય લોકોનું મનોરંજન કરે છે. બોલિવુડ લાઈફ એવોર્ડ એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મનોરંજન જગતના સ્ટાર્સનું સન્માન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ લાઈફ 2022 (Bollywood Life Awards 2022) એ દસ્તક આપી છે. બોલિવૂડ લાઈફના વિજેતાઓની જાહેરાત આજે સવારે 10 વાગ્યાથી કરવામાં આવશે. આ રિપોર્ટમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બોલિવૂડ લાઈફ એવોર્ડ 2022માં કયા સ્ટાર્સ નોમિનેટ થયા છે અને કયા સ્ટાર્સ વિજેતા બન્યા છે.

સોશિયલ મીડિયા ક્વીન
રાની ચેટર્જી, અક્ષરા સિંહ અને નમ્રતા મલ્લ જેવી ભોજપુરી સુંદરીઓને સોશિયલ મીડિયા ક્વીન માટે નોમિનેટ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા કિંગ ઓફ ભોજપુરી
રવિ કિશન, ખેસારી લાલ, દિનેશ લાલ યાદવ અને પવન સિંહ જેવા સ્ટાર્સમાંથી એકને ભોજપુરીના સોશિયલ મીડિયા કિંગ તરીકે સન્માનિત કરવામાં આવશે.

વાઈરલ સોશિયલ સ્ટાર ઓફ ધ યર
રહનાઝ સિંધુ, કાઈલી પોલ અને નીરજ ચોપરા જેવા સ્ટાર્સને વાઈરલ સોશિયલ સ્ટાર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા ક્વીન
સોશિયલ મીડિયા ક્વીનના બિરુદ માટે દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફની પસંદગી કરવામાં આવી છે.

બેસ્ટ મ્યૂઝીશિયન ઓન યૂટ્યૂબ
યશરાજ મુખાતે, લીશા મિશ્રા જેવા યૂટ્યૂર્સને બેસ્ટ મ્યૂઝીશિયન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ઓરિજનલ યૂટ્યૂબ સ્ટારની રેસમાં સામેલ થયા આ સિતારા
ઓરિડનલ યૂટ્યૂબ સ્ટાર માટે અમિત બુધાના અને ભુવન બામ જેવા યૂટ્યૂબર્સની પસંદગી કરવામાં આવી છે.

કોણ બનશે 'બેસ્ટ ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર'?
બોલિવૂડ લાઈફ પણ 'બેસ્ટ ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર'નું સન્માન આપવા જઈ રહ્યું છે. 'બેસ્ટ ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર'ના એવોર્ડ માટે ભીવાન બામ, નિહારિકા, કેરીમિનાટી જેવા યુટ્યુબરોના નામ સામેલ કરવામાં આવ્યા છે.

'બેસ્ટ બ્રેકથ્રો એવોર્ડ'ના વિજેતા બની શકે છે આ સ્ટાર્સ
ગૌરવ ખન્ના, આયેશા સિંહ, સાઈ કેતન રાવ અને કરણવીર શર્મા જેવા સ્ટાર્સને 'બેસ્ટ બ્રેકથ્રો એવોર્ડ' માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આમાંથી એક સ્ટારને આ બિરુદ મળશે.

'ઓન સ્ક્રીન જોડી'નું ટાઇટલ આ ટીવી કપલ જીતશે 
દિશા પરમાર - નકુલ મહેતા, નીલ ભટ્ટ અને આયેશા સિંહ, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના આજે 'ઓન સ્ક્રીન જોડી'નું ટાઇટલ જીતવા માટે સજ્જ છે.

કોણ બનશે ફ્રેસ ફ્રેંડલી સ્ટાર?
શહનાઝ ગિલ, નકુલ મહેતા, ઉમર રિઝે અને સુરભી ચાંદના જેવા સ્ટાર્સને 'ફેન્સ ફ્રેન્ડલી સ્ટાર'નો એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ હસનીઓમાંથી કોઈ એક બનશે 'બેસ્ટ અભિનેત્રી'
સુમ્બુલ તૌકીર ખાન, રૂપાલી ગાંગુલી, આયેશા સિંહ અને દિશા પરમારમાંથી કોઈ એક હસીના આજે 'બોલીવુડ લાઈફ 2022 બેસ્ટ એક્ટ્રેસ'નું બિરુદ મેળવશે.

કોણ બની શકશે 'શ્રેષ્ઠ અભિનેતા'?
મોહસીન ખાન, નકુલ મહેતા, ગૌરવ ખન્ના અને અંકિત ગુપ્તા જેવા સ્ટાર્સ 'બેસ્ટ એક્ટર'ના બિરુદની રેસમાં છે.

કોણ બનશે 'બેસ્ટ ટીવી શો'?
'અનુપમા', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'ગમ હૈ કિસી કે પ્યાર મેં' અને 'ઉદારિયાં' જેવા શોને બોલિવૂડ લાઈફ બેસ્ટ ટીવી શો એવોર્ડ 2022 માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

કોણ જીતશે 'બેસ્ટ સોશિયલ મીડિયા કપલ'નું બિરુદ?
દિશા પરમાર-રાહુલ વૈદ્ય, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા જેવા કપલોને 'બેસ્ટ સોશિયલ મીડિયા કપલ' એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

કોને મળશે પોપ્યુલર ટીવી દીવાનું બિરુદ?
ધીરજ ધૂપર, શાહીર શેખ, હર્ષદ ચોપરા અને પાર્થ સમાધાન જેવા ટીવીના હેન્ડસમ હંક આજે 'પોપ્યુલર ટીવી ડ્યૂડ'નું બિરુદ હાંસલ કરી શકે છે.

કોણ બનશે લોકપ્રિય ટીવી દિવા?
નિયા શર્મા, તેજસ્વી પ્રકાશ, રશ્મિ દેસાઈ અને શિવાંગી જોશી જેવી અભિનેત્રીઓને 'બોલીવુડ લાઈફ પોપ્યુલર ટીવી દિવા 2022' માટે પસંદ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયાની દિવા બની શકે છે આ સુંદરીઓ
અનન્યા પાંડે, કિયારા અડવાણી, નોરા ફતેહી અને સારા અલી ખાનને સોશિયલ મીડિયા દિવા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થયા આ સ્ટાર્સ
કંગના રનૌત, તાપસી પન્નુ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાને ટોલ એસેસિન ઓફ ધ યર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સ્ટાર્સ આખા વર્ષ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે આ કપલ્સ
બોલિવૂડના જાણીતા કપલ અર્જુન મલાઈકા, રણવીર દીપિકા અને કેટરીના વિકીને વર્ષ 2022ના બેસ્ટ સોશિયલ મીડિયા કપલ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' બનીને ધૂમ મચાવી રહ્યા છે આ સ્ટાર્સ
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સલમાન ખાન અને વરુણ ધવનને 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

બેસ્ટ ડિરેક્ટરની રેસમાં જોવા મળ્યા આ નામ
રોહિત શેટ્ટી, કબીર ખાન, અભિષેક કપૂર અને સીમા પાવાને બોલિવૂડ લાઈફ 2022ના બેસ્ટ ડિરેક્ટર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. બાય ધ વે, તમને કયા ડિરેક્ટરની ફિલ્મ ગમે છે?

કોણ બનશે બોલિવૂડની 'શ્રેષ્ઠ અભિનેત્રી'?
વર્ષ 2022ની 'શ્રેષ્ઠ અભિનેત્રી' માટે વાણી કપૂર, રાની મુખર્જી, કેટરિના કૈફ અને મહિમા મકવાણા જેવી અભિનેત્રીઓના નામ પસંદ કરવામાં આવ્યા છે. તમને લાગે છે કે આ વખતે કોણ જીતશે?

'શ્રેષ્ઠ ફિલ્મ' માટે આ ફિલ્મોને મળ્યું નોમિનેશન 
'બોલીવુડ લાઈફ એવોર્ડ્સ 2022 બેસ્ટ ફિલ્મ'ના નોમિનેશનમાં 83, 'સૂર્યવંશી' અને 'અંતિમ' જેવી ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે.

જાણો કોણ બની શકે છે 'શ્રેષ્ઠ અભિનેતા'?
અક્ષર કુમાર, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના અને અર્જુન કપૂર જેવા સ્ટાર્સને 'બોલીવુડ લાઈફ એવોર્ડ્સ 2022'માં શ્રેષ્ઠ અભિનેતા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આમાંથી એક સ્ટાર 'બોલીવુડ લાઈફ એવોર્ડ 2022' બેસ્ટ એક્ટરનો ખિતાબ જીતશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news