8 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે ટાટા સન્સનું બજાર મૂલ્ય, કંપની લોન્ચ કરી શકે છે સૌથી મોટો IPO
Tata Sons: ભારતીય શેર બજારમાં એલઆઈસીનો આઈપીઓ સૌથી મોટો હતો પરંતુ હવે ટાટા સન્સ ભારતીય ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ લોન્ચ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Tata Sons Listing: ટાટા સન્સ (Tata Sons)નું આગામી દોઢ વર્ષમાં સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થઈ શકે છે. ભારતીય શેર બજારના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ ટાટા સન્સ લઈને આવી શકે છે અને આ આઈપીઓ દ્વારા ટાટા સન્સ બજારમાંથી આશરે 55000 કરોડ રૂપિયા સુધી ભેગા કરી શકે છે. ટાટા સન્સની વેલ્યૂએશન 8થી 11 લાખ કરોડ રૂપિયાની આંકવામાં આવી રહી છે. બેન્કિંગ સેક્ટરની રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને અપર લેયરની એનબીએસફી તરીકે જાહેર કરી હતી. જેના કારણે સ્ટોક એક્સચેન્ડ પર સપ્ટેમ્બર 2025 સુધી કંપનીને લિસ્ટ કરાવવી જરૂરી થઈ ગયું છે.
ટાટા સન્સના રોકાણની વેલ્યૂ 16 લાખ કરોડ!
મુંબઈ બેસ્ડ સ્પાર્ક પીડબ્લ્યુએમ પ્રાઇવેટ લિમિટેડ (Spark PWM Pvt Ltd)એ ટાટા સન્સને લઈને એક રિસર્ચ રિપોર્ટ જારી કર્યો છે. રિસર્ચ એનાલિસ્ટ વિદિત શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ પ્રમાણે ટાટા સમૂહની સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ કંપનીઓમાં ટાટા સન્સના ઈન્વેસ્ટમેન્ટની માર્કેટ વેલ્યૂ આશરે 16 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. જ્યારે અનલિસ્ટેડ કંપનીઓની બુક વેલ્યૂ આશરે 0.6 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. જ્યારે ગ્રુપના સેમીકંડક્ટર અને ઈવી બેટરીના કારોબારમાં ઉતર્યા બાદ અનલિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટનું માર્કેટ કેપ 1-2 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે.
રિપોર્ટ પ્રમાણે ઈન્વેસ્ટર હોલ્ડિંગ કંપનીની ઈક્વિટી વેલ્યૂને કેલકુલેટ કરતા સમયે 30થી 60 ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે. 60 ટકાનું ડિસ્કાઉન્ટ આપવા પર ટાટા સન્સની વેલ્યૂ 7.8 લાખ કરોડ રૂપિયા બને છે અને અનલિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ 1.6 લાખ કરોડ રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે બજાર ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને બજાજ હોલ્ડિંગ્સને પણ આ રેન્જમાં ડિસ્કાઉન્ટ આપે છે. રિપોર્ટ પ્રમાણે ટાટા સન્સની 80 ટકા હોલ્ડિંગને મોનિટાઇઝ ન કરી શકાય છે આ રીસ્ટ્રક્ચરિંગની પ્રોસેસથી ટાટા સન્સની રી-રેટિંગ સંભવ છે.
ટીસીએસમાં પણ ટાટા સન્સનો 72.4 ટકા સ્ટેક
ટાટા સન્સમાં ડોરાબજી ટાટા ટ્રસ્ટની 28 ટકા ભાગીદારી છે. તો રતન ટાટા ટ્રસ્ટની 24 ટકા, બીજા પ્રમોટર્સ ટ્રસ્ટની 14 ટકા, સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની 9 ટકા, સાઇરસ ઈન્વેસ્ટમેન્ટ્સની 9 ટકા, ટાટા મોટર્સ અને ટાટા કેમિકલ્સની 3 ટકા, ટાટા પાવરની 2 ટકા, ઈન્ડિયન હોટલ્સની 1 ટકા અને બીજી કંપનીઓની 7 ટકા ભાગીદારી છે. ટાટા સન્સની વેલ્યૂએશનમાં સૌથી મોટું યોગદાન ટીસીએસનું છે, જેમાં તેનું હોલ્ડિંગ 72.4 ટકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે