અમદાવાદીઓ માટે ખુશખબર: આ તારીખ પહેલાં ભરો પ્રોપર્ટી ટેક્સ, 15 ટકાનો મળશે લાભ

property tax: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે મુજબ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા કરદાતાઓને 15 ટકા સુધીનું રિબેટ અપાશે. જેમાં સૌથી વધુ રાહત ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને થશે.

અમદાવાદીઓ માટે ખુશખબર: આ તારીખ પહેલાં ભરો પ્રોપર્ટી ટેક્સ, 15 ટકાનો મળશે લાભ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયમિત અને સમયસર ટેક્સ ભરતા નાગરિકોને પ્રોત્સાહન આપવા તેમજ ઓનલાઇન માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને વધુ રાહત આપવા માટે રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જી હા... પ્રામાણિક રીતે ટેક્ષ ભરાતા શહેરીજનો માટે AMC દ્વારા એડવાન્સ ટેક્ષ રિબેટ સ્કીમ લોન્ચ કરી છે. આ રિબેટ સ્કીમ આગામી 9 એપ્રિલથી 31 મેં સુધી અમલમાં રહેશે. 

પાછલા વર્ષે 596 કરોડની આવક થઇ
નાણાંકીય વર્ષ 2024-25 નો એડવાન્સ ટેક્ષ ભરનારને ટેક્ષ બિલમાં 12 ટકા રિબેટ મળશે. જ્યારે ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારને વધુ 1 ટકા રિબેટ મળશે. પાછલા સતત 3 વર્ષ એડવાન્સ ટેક્ષ ભરનારને વધુ 2 ટકા રિબેટ મળશે. આમ તમામ રીતે મહત્તમ 15 ટકાનો લાભ મળશે.  હાલમાં ચાલી રહેલી બાકી ટેક્ષ રિબેટ અંતર્ગત 70 કરોડથી વધુની આવક થઇ છે. પાછલા વર્ષે એડવાન્સ ટેક્ષ રિબેટ અંતર્ગત 4.98 લાખ લોકો થકી 596 કરોડની આવક થઇ 

નાગરિકોને પ્રોત્સાહન આપવા આ રિબેટ યોજના જાહેર કરાઇ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે મુજબ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા કરદાતાઓને 15 ટકા સુધીનું રિબેટ અપાશે. જેમાં સૌથી વધુ રાહત ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને થશે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ નિયમિતપણે, સમયસર ભરતા નાગરિકોને પ્રોત્સાહન આપવા આ રિબેટ યોજના જાહેર કરાઇ છે. 

09 એપ્રિલથી 31 મે સુધી સ્કીમ અમલમાં મુકાશે
કરદાતાઓ માટે આગામી 09 એપ્રિલથી 31 મે સુધી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે. જો કોઈ 2024-25નો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ઉપરોક્ત તારીખ સુધીમાં ભરે છે તો તેમને 2024-25ના જનરલ ટેક્સ, વોટર ટેક્સ અને કોન્ઝરવન્સી ટેક્સની રકમ પર રાહત અપાશે. નિયમિત રીતે પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરતા કરદાતાઓ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરતા કરદાતાઓને પ્રોત્સાહીત કરવા એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે 09 એપ્રિલથી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે. આ અંતર્ગત વર્ષ 2024-25 માટેનો એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને 12 ટકા રીબેટ અપાશે. જો કોઈ ઓનલાઈન ટેક્સ ભરે છે, તો તેમને વધુ એક ટકો એટલે કે કુલ મળીને 13 ટકા રિબેટ અપાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news