₹133 પર પહોંચશે આ ક્વોલિટી શેર, જલ્દી ખરીદી લો, 1 વર્ષમાં 40 ટકા મળ્યું રિટર્ન

Stocks to buy, Samvardhana Motherson: ઓટો કમ્પોનેન્ટ બનાવનારી આ કંપનીના શેર પર ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલી બુલિશ છે. શુક્રવારે સ્ટોક અડધા ટકાની તેજી સાથે બંધ થયો હતો.

₹133 પર પહોંચશે આ ક્વોલિટી શેર, જલ્દી ખરીદી લો, 1 વર્ષમાં 40 ટકા મળ્યું રિટર્ન

Stocks to buy, Samvardhana Motherson: શેર બજારમાં કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે આજે (23 ફેબ્રુઆરી) ઉપરી સ્તરોથી પ્રોફિટ બુકિંગ થયું. બજારના મુખ્ય ઈન્ડેક્સ સપાટ દિવસના નિચલા સ્તર પર બંધ થયા હતા. બજારમાં ઉથલપાથલ વચ્ચે ઘણા શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષક જોવા મળી રહ્યાં છે. તેમાં એક સ્ટોક સંવર્ધન મદરસન ઈન્ટરનેશનલ (Samvardhana Motherson International)છે. ઓટો કમ્પોનેન્ટ બનાવનારી આ કંપનીના શેર પર ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલી બુલિશ છે. શુક્રવારે સ્ટોક અડધા ટકાની તેજી સાથે બંધ થયો હતો.

Samvardhana Motherson: ₹133 નું લેવલ ટચ કરશે
મોર્ગન સ્ટેનલીએ સંવર્ધન મદરસન પર ઓવરવેટનું રેટિંગ આપ્યું છે. સાથે પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 133 રૂપિયા રાખી છે. 23 ફેબ્રુઆરી 2024ના સ્ટોક 115 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે વર્તમાન ભાવથી સ્ટોકમાં આગળ 16 ટકાની તેજી જોવા મળી શકે છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 40 ટકા વધી ચૂક્યો છે. જ્યારે છ મહિનામાં તેમાં 22 ટકા જેટલી તેજી આવી છે.

Samvardhana Motherson: શું છે બ્રોકરેજનો મત
બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે પ્રીમિયમ વ્હીકલ્સમાં ભાગીદારી વધવાથી કંપનીના ગ્રોથને સપોર્ટ મળશે. કંપનીના એક્સપોર્ટથી સારો ગ્રોથ આવી રહ્યો છે. આશરે 22 ટકા રેવેન્યૂ એક્સપોર્ટથી આવ્યું છે. કંપનીના ગ્રોથને તેનાથી આવનારા સમયમાં જોરદાર બૂસ્ટ મળશે. કંપનીને એયરોસ્પેસ અને ડિફેન્સ જેવા સેક્ટરથી પણ ટ્રેક્શન મળી રહ્યું છે. કંપનીની ત્રીજા ક્વાર્ટરની કોર ઇનકમ અંદાજથી વધુ રહી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news