ગુજરાતમાં કઈ કઈ બેઠકની આમ આદમી પાર્ટીએ કરી માગ? ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી

જો કે આ ગઠબંધનમાં સતત તિરાડો પણ પડી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જુઓ ગુજરાતમાં કેટલી અને કઈ કઈ બેઠકો માટે આપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહી છે અંતિમ તબક્કાની વાતચીત?...

ગુજરાતમાં કઈ કઈ બેઠકની આમ આદમી પાર્ટીએ કરી માગ? ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી

Loksabha Election 2024: વિપક્ષી પાર્ટીઓએ દેશભરમાં ઈન્ડિ નામનું ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધન બન્યું ત્યારથી સતત ચર્ચામાં રહે છે. જે પાર્ટીઓ પહેલા એકબીજાની સામે લડતી હતી તે જ પાર્ટીઓ હવે એક થઈને ભાજપની સામે આવી છે. જો કે આ ગઠબંધનમાં સતત તિરાડો પણ પડી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જુઓ ગુજરાતમાં કેટલી અને કઈ કઈ બેઠકો માટે આપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહી છે અંતિમ તબક્કાની વાતચીત?...

  • આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન!
  • ગુજરાતમાં સાથે મળીને લડશે AAP-કોંગ્રેસ?
  • કેટલી બેઠકો પર બનશે બન્ને વચ્ચે સહમતિ?
  • ગુજરાતમાં AAPએ કેટલી માંગી બેઠકો?
  • શું AAPની માંગ માનશે કોંગ્રેસ?

જે પાર્ટીઓ પહેલા એકબીજા સામે લડતી હતી...જે પાર્ટીઓ એકબીજા પર વાર કરવાની એક પણ તક ચૂકતી નહતી. જે પાર્ટીએ જેનો વિરોધ કરી સત્તાની સીડી ચડી હતી તે જ પાર્ટી હવે હાથ મિલાવવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની...આમ આદમી પાર્ટીની સ્થાપનાથી સત્તા સુધીની સફર કોંગ્રેસના વિરોધ વચ્ચેથી જ પસાર થઈ છે. 

શું સામે આવી જાણકારી? 

  • AAPએ ગુજરાતમાં કોંગ્રેસ પાસે 8 બેઠકની માંગણી કરી 
  • કોંગ્રેસ ગુજરાતમાં 18 અને AAP 8 બેઠક પર ચૂંટણી લડી શકે

કેજરીવાલ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે દિલ્લીના તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવ્યા હતા. શીલા દીક્ષિત કોંગ્રેસના કદ્દાવર નેતા હતા. કેજરીવાલ કોંગ્રેસના કૌભાંડો હંમેશા ઊજાગર કરતા હતા. તે જ કેજરીવાલ હવે ભાજપ સામે કોંગ્રેસની સાથે હાથ મિલાવી રહ્યા છે. દેશના અન્ય રાજ્યોમાં તેમણે હાથ મિલાવી દીધો છે. પરંતુ ગુજરાતમાં પણ બન્ને એક થવા જઈ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનુ ગઠબંધન ફાઈનલ સ્ટેજ પર પહોંચી ગયું છે. 

ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 2019ની ચૂંટણી એકબીજાની વિરોધમાં લડ્યા હતા. પરંતુ 2024માં બન્ને ગઠબંધન કરીને 26 બેઠક પર ભાજપ સામે પડકાર ફેંકે તો નવાઈ નહીં. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસ પાસે 8 બેઠકની માંગણી કરી છે. જો કોંગ્રેસ અને આપનું ગઠબંધન થાય તો દેશની સૌથી જૂની પાર્ટી ગુજરાતમાં 18 અને આપ 8 બેઠક પર ચૂંટણી લડશે. જો કે હજુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. 

સુત્રો પાસેથી શું મળી જાણકારી?

  • AAPએ કોંગ્રેસ પાસે ભરૂચ, ભાવનગર, દાહોદ બેઠક માગી
  • AAPએ કોંગ્રેસ પાસે અમરેલી, સુરત, વલસાડ બેઠક માગી
  • AAPએ કોંગ્રેસ પાસે જામનગર, ગોધરા બેઠક માગી 

જો કે ઝી 24 કલાક પાસે સુત્રો પાસેથી એક્સક્લુઝીવ જાણકારી મળી છે તે મુજબ આપે કોંગ્રેસ પાસે લોકસભાની ભરૂચ, ભાવનગર, દાહોદ, અમરેલી, સુરત, વલસાડ, જામનગર અને ગોધરા બેઠકની માંગણી કરી છે. જેમાં ભરૂચ અને ભાવનગરમાં આપે પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ભરૂચમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાવનગરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે.

કોંગ્રેસ અને આપ વચ્ચે અનેક મુદ્દે મતભેદ છે. પરંતુ આપના મોટા નેતાઓ દાવો કરી રહ્યા છે જે મતભેદો છે તેને દૂર કરવામાં આવશે. અને ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવશે. જો આ બન્ને વચ્ચે ગઠબંધન થયું તો ભાજપ માટે એક પડકાર રહેશે. કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપે ઘણા મત તોડ્યા હતા. જેનો સીધો ફાયદો ભાજપનો થયો હતો. અને કોંગ્રેસને મોટા પાયે નુકસાન થયું હતું. જો કે કોંગ્રેસ પાર્ટી આપની 8 બેઠકની માંગ માનશે તે એક સવાલ છે. 

ગઠબંધન પર વાગશે મહોર?

  • ગુજરાતમાં થશે આપ-કોંગ્રેસનું ગઠબંધન?
  • કોંગ્રેસ અને આપ વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત
  • આપે કોંગ્રેસ પાસે ગુજરાતમાં માગી 8 બેઠક
  • શું આપની માગ માનશે કોંગ્રેસ?
  • ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી
  • કઈ કઈ બેઠકની આમ આદમી પાર્ટીએ કરી માગ?

કોંગ્રેસના એક સમયના કદ્દાવર નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ કોંગ્રેસને સ્પષ્ટ કહી દીધું છે કે ભરૂચ બેઠક આપને ન આપવી જોઈએ. કારણ કે આ તેમના પિતાનો ગઠ છે. જો કોંગ્રેસ આ બેઠક આપશે તો તેઓ ગઠબંધનનો સ્વીકાર નહીં કરે અને તેમના કાર્યકરો સમર્થન નહીં કરે. એવી પણ જાણકારી મળી રહી છે કે ખુદ રાહુલ ગાંધી આપને ભરૂચ બેઠક આપવા માટે રાજી નથી. પરંતુ આખરે આ ગઠબંધનમાં હાઈકમાન્ડના નેતાઓ શું મહોર મારે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news