શેરબજારની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સ 35,859 પર
Trending Photos
કારોબારી સત્રના પ્રથમ દિવસે સોમવારે શેર બજારમાં મિશ્ર અસર જોવા મળી હતી. તેમાં સોમવારે સેન્સેક્સ 50 પોઈન્ટના વધારા સાથે 35,859 ખુલ્યો હતો. ત્યારબાદ સેન્સેક્સમાં ઉતાર-ચઢાવનો દૌર ચાલુ રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી નજીવા વધારા સાથે 10,780 પર ખુલ્યો હતો. ત્યારબાદ તેમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
સેંસેક્સની વાત કરીએ તો સનફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ, યસ બેંક, ટાટા મોટર્સ, કોટક બેંક, એક્સિસ બેંક, આઇટીસી, ભારતી એરટેલ, મારૂતિ, રિલાયન્સ ગ્રીન નિશાન પર ખુલ્યો. તો બીજી તરફ ઓએનજીસી, એચડીએફસી, ટાટા સ્ટીલ, એનટીપીસી, એશિયન પેંટ્સ, બજાજ ઓટો, હીરો મોટરકોર્પ લાલ નિશાન પર રહ્યા હતા.
સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ભારે કડાકો થયો હતો. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેમાં 1.8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જેનાથી રોકાણકારોને 2.26 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. ક્રિસમસ પહેલા આવેલા આ ઘટાડા બાદ બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ 145.56 લાખ કરોડથી ઘટીને 143.30 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બજારમાં ઘટાડો રિયલ્ટી, બેન્કિંગ, આઈટી અને વાહન ક્ષેત્રની મોટી કંપનીઓના શેરમાં નફો બુકિંગ અને વૈશ્વિક બજારના નરમ વલણને કારણે મોટો ઘટાડો થયો હતો.
શેર બજારોના અસ્થાયી આંકડા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ગુરૂવારે 386.44 કરોડના શેર વેંચ્યા હતા. તો સ્થાનિક રોકારણકારોએ 87.96 કરોડ રૂપિયા કાઢી લીધા હતા. આ વચ્ચે અંતર બેન્ક વિદેશી વિનિમય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયાને 52 પૈસાનું નુકસાન થયું અને 70.22 પ્રતિ ડોલર પહોંચી ગયો હતો. ફ્યુચર્સ ટ્રેડિંગમાં બ્રેંટ ક્રૂડ 0.96 ટકા તૂટીને 53.86 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે