ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પણ નલિયામાં ઘટી

 સમગ્ર રાજ્યામાં ઠંડીનો ચમકારો યથવાત જોવા મળ્યો છે. જોકે, નલિયાના તામપાનમાં વધારો થતો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. નલિયાનું તામપામ 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. પરંતુ ઠંડીને પગલે જનજીવન પર મોટી અસર પડી છે. 

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પણ નલિયામાં ઘટી

ગુજરાત : સમગ્ર રાજ્યામાં ઠંડીનો ચમકારો યથવાત જોવા મળ્યો છે. જોકે, નલિયાના તામપાનમાં વધારો થતો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. નલિયાનું તામપામ 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. પરંતુ ઠંડીને પગલે જનજીવન પર મોટી અસર પડી છે. 

ગુજરાતના અનેક શહેરોમા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ કાતિલ ઠંડીને અનુભવવા માટે અનેક સહેલાણીઓ માઉન્ટ આબુ પહોંચી ગયા છે. 

જુનાગઢ : મહિલા ફોરેસ્ટ ઓફિસરને સિંહ સાથેની સેલ્ફી લેવાનું ભારે પડ્યું

સુરત અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન 
અમરેલીમાં 12.4 ડિગ્રી તાપમાન 
ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન 
મહુઆનું તાપમાન 13.6 ડિગ્રી 
ડીસામાં તાપમાન 9.6 ડિગ્રી
અમદાવાદમાં 12.2 ડિગ્રી તાપમાન

12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ

તો બીજી તરફ, કડકડતી ઠંડીની સાથે દિલ્હીમાં સ્મોગના પ્રમાણમાં વધારો થયો છે. જીવલેણ પ્રદૂષણના સ્તરમાં વધારો થયેલો હોવાનું મીટર બતાવે છે. ત્યારે આવા પ્રદૂષણમાં દિલ્હીની જનતાને કામ સિવાય બહાર ન જવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં ઠંડી અને પ્રદૂષણનો માહોલ આવો જ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. PM 2.5ના સ્તર સાથે 404 પર રહ્યું છે. ઠંડી હવા પ્રદૂષિત હવા સાથે ભળતા લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news