મહારાષ્ટ્રની PMC બેન્કના ગ્રાહકોને ઝટકો, RBIએ લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ

આરબીઆઈની કાર્યવાહી પછી ખાતાધારકો પીએમસી બેન્કમાં પોતાના સેવિંગ્સ, કરન્ટ કે કોઈ અન્ય ખાતામાંથી માત્ર રૂ.1000થી વધુ ઉપાડી શકશે નહીં. 
 

મહારાષ્ટ્રની PMC બેન્કના ગ્રાહકોને ઝટકો, RBIએ લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે મુંબઈની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (Punjab & Maharashtra Co-operative Bank Ltd.) પર કોઈ પણ પ્રકારના નાણાકિય વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે બેન્કના રોકાણકારો અને શહેરના વ્યાપારી વર્ગને મોટો ફડકો પડ્યો છે. RBIએ જે.બી.ભોરિયાની બેન્કમાં પોતાના વહીવટદાર તરીકે નિમણૂક કરકી છે. 

આરબીઆઈના નિર્દેશો અુસાર, ખાતાધારકો પીએમસી બેન્કમાં પોતાના સેવિંગ્સ, કરન્ટ કે અન્ય કોઈ પણ ખાતામાંથી રૂ.1,000થી વધુની રકમ ઉપાડી શકશે નહીં. PMC બેન્ક પર આરબીઆઈની પૂર્વ મંજુરી વગર લોન અને આગોતરી રકમ આપવાનો કે રિન્યુ કરવા, કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા, ફ્રેશ ડિપોઝિટ સ્વિકારવા પર પ્રતિબંધ લગાવાયો છે. 

આરબીઆઈના આદેશ પછી બેન્કની બ્રાન્ચની બહાર ગ્રાહકોની મોટી ભીડ એક્ઠી થઈ ગઈ હતી અને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પીએમસી બેન્કના મેનેજર જોય થોમસે જણાવ્યું કે, તેઓ ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news