વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ
Trending Photos
અમદાવાદ :વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો.
વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવીઝનના આસિસ્ટન્ટ કમર્શિયલ મેનેજર એફ.એમ. ગૌરવ જૈન દ્વારા સોમવારે સરક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીએ 2 ઓક્ટોબર, 2018થી 2 ઓક્ટોબર, 2020 સુધી સેલિબ્રેટ કરવામાં આવનાર છે. બોર્ડ ઈચ્છે છે કે 2 ઓક્ટોબર 2019ને સમગ્ર રીતે શાકાહારી દિવસના રૂપમાં ઉજવવામાં આવે, જ્યાં પશ્ચિમ રેલવેના કેમ્પસમાં ક્યાંય નોનવેજ ફૂડ પિરસવામાં નહિ આવે. તમામ સ્ટેશન માસ્ટર્સને આ સૂચનોના પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી ધ્યાન રાખવામાં આવે કે કોઈ પણ ખાણીપાણીમાં માંસાહારી ભોજન ન હોય.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
વેસ્ટર્ન રેલવે 939 ટ્રેનોનું સંચાલન કરે છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 6 ડિવીઝનમાં ફેલાયેલ 510 રેલવે સ્ટેશનનું સંચાલન કરે છે. આ ઝોનમાં રોજ 43.95 લાખ લોકો મુસાફરી કરે છે. હાલ, માત્ર અમદાવાદ ડિવિઝનમાં રોજની 200 થાળી નોનવેજ ઓર્ડર આવે છે. વેસ્ટર્ન રેલવે દ્વારા જાહેર કરાયેલા સરક્યુલરમાં ઈંડાને પણ સામેલ કરાયા છે. જે હવેથી નહિ પિરસવામાં આવે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ
2 જી ઓક્ટોબરથી રેલ્વે સ્ટેશન પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ સહિત તમામ રેલ્વે સ્ટેશનને પ્લાસ્ટિક મુક્ત કરાશે. ગાંધીજીની જન્મ જયંતીના દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સ્ટેશન બનાવાશે. જે માટે અત્યારથી જ પ્લાસ્ટિક મુક્તિ માટે તમામ સ્ટેશન પર સ્વચ્છતા પખવાડીયુ યોજાઈ રહ્યું છે. સ્ટેશન પર લોકોને પ્લાસ્ટિક ન વાપરવા અને ગંદકી ન કરવા મેસેજ આપવામાં આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે