Petrol Rate Today: સવાર સવારમાં મળ્યા ખુશખબર! તમારા શહેરમાં શું છે એક લીટર પેટ્રોલનો ભાવ? ફટાફટ કરો ચેક

આજે 14 સપ્ટેમ્બર 2024ના દિવસે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર  થઈ ગયા છે. તમારા શહેરમાં કેટલા રૂપિયે લીટર પેટ્રોલ મળે છે તે ચેક કરો....

Petrol Rate Today: સવાર સવારમાં મળ્યા ખુશખબર! તમારા શહેરમાં શું છે એક લીટર પેટ્રોલનો ભાવ? ફટાફટ કરો ચેક

છેલ્લા કેટલાક મહિનાથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 70 ડોલર પ્રતિ બેરલથી પણ ઓછું થઈ ચૂક્યું છે. આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કરી દેવાયા છે. 

3 વર્ષના નીચલા સ્તર પર ક્રૂડ ઓઈલ
ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મામૂલી રીતે સુધરતા પહેલા ત્રણ વર્ષના નીચલા સ્તર પર આવી ગયા. પરંતુ ઘરેલુ સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ ત્યારે જ શક્ય છે જ્યારે ક્રૂડ ઓઈલ નીચલા સ્તર પર જળવાઈ રહે. ઉદ્યોગ સૂત્રો અને અધિકારીઓએ ગુરુવારે આ વાત જણાવી હતી. વૈશ્વિક ઓઈલ માપદંડ બ્રેન્ટ ક્રૂડ વાયદા હાલ 70 ડોલર પ્રતિ  બેરલથી નીચે આવી ગયો છે. ડિસેમ્બર 2021 બાદ પહેલીવાર આવું બન્યું. 

વાયદા બજારમાં શું છે ક્રૂડ ઓઈલનો ભાવ
મજબૂત હાજર માંગ બાદ કારોબારીઓ દ્વારા પોતાના સૌદાઓનો આકાર વધારવાથી વાયદા કારોબારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલનો ભાવ 16 રૂપિયાની તેજી સાથે 5,825 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રૂડ ઓઈલનો ઓક્ટોબર મહિનાનો ડિલિવરી થનારો વાયદો 16 રૂપિયા કે 0.28 ટકાની તેજી સાથે 5,825 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયો. તેમાં 13,917 લોટ માટે કારોબાર  થયો. 

બજાર વિશ્લેષકોએ  કહ્યું કે કારોબારીઓ દ્વારા પોતાના ડીલને આકાર વધારવાથી ક્રૂડ ઓઈલના વાયદા ભાવમાં તેજી આવી. વૈશ્વિક સ્તર પર વેસ્ટ ટેક્સાસ ઈ્ટરમીડિએટ  ક્રૂડ ઓઈલ ઓઈલ 0.58 ટકાની તેજી સાથે 69.37 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.53 ટકા વધીને 72.35 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો. 

પેટ્રોલ અને ડીઝલના ભાવ પર રાજ્ય સરકારો અલગ અલગ દરે ટેક્સ વસૂલે છે. જેમાં નગર પાલિકાઓ દ્વારા લેવાતા લોકલ ટેક્સ પણ સામેલ હોય છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદનની પ્રોસેસ અલગ અલગ હોય છે. જેના કારણે તેના ભાવમાં ફેરફાર હોઈ શકે છે. વર્ષ 2017થી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતીય ઓઈલ કંપનીઓ સંશોધન કરે છે. આજે એટલે કે 14 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટ સવારે 6 વાગે જારી કરી દેવાયા અને ભાવમાં ફેરફાર પણ થયો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો શું ભાવ હશે. 

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો  ભાવ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. 
આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો 92.15 રૂપિયા પ્રતિ લીટર છે. 
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.95 રૂપિયા અને ડીઝલ 91.76 રૂપિયા પ્રતિ લીટર છે. 
ચેન્નાઈમાં પેટ્રોલ પ્રતિ લીટર 100.75 અને ડીઝલ 92.34 રૂપિયા છે. 
બેંગ્લુરુમાં પેટ્રોલનો ભાવ 102.84 રૂપિયા અને ડીઝલ 88.95 રૂપિયા પ્રતિ લીટર છે. 

અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ

રાજ્યો પ્રમાણે ભાવ પેટ્રોલ ડીઝલ
     
આંદમાન નિકોબાર 82.42 78.01
આંંધ્ર પ્રદેશ 108.29 96.17
અરુણાચલ પ્રદેશ 90.92 80.44
અસમ 97.14 89.38
બિહાર 105.18 92.04
ચંડીગઢ 94.24 82.4
છત્તીસગઢ 100.39 93.33
દાદરા નગર હવેલી 92.51 88
દમણ અને દીવ 92.32 87.81
દિલ્હી 94.72 87.62
ગોવા 96.52 88.29
ગુજરાત 94.71 90.39
હરિયાણા 94.24 82.4
હિમાચલ પ્રદેશ 95.89 87.93
જમ્મુ અને કાશ્મીર 99.28 84.61
ઝારખંડ 97.81 92.56
કર્ણાટક 102.86 88.94
કેરળ 107.56 96.43
મધ્ય પ્રદેશ 106.47 91.84
મહારાષ્ટ્ર 103.44 89.97
મણિપુર 99.13 85.21
મેઘાલય 96.34 87.11
મિઝોરમ 93.93 80.46
નાગાલેન્ડ 97.7 88.81
ઓડિશા 101.06 92.64
પુડુચેરી 94.34 84.55
પંજાબ 94.24 82.4
રાજસ્થાન 104.88 90.36
સિક્કિમ 101.5 88.8
તમિલનાડુ 100.75 92.34
તેલંગણા 107.41 95.65
ત્રિપુરા 97.47 86.5
ઉત્તર પ્રદેશ 94.56 87.66
ઉત્ત્તરાખંડ 93.45 88.32
પશ્ચિમ બંગાળ 104.95 91.76

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?

પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news