Gold Rate Today: આજે પણ સોનું થયું મોંઘુ, જાણો 10 ગ્રામ સોનું ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે?
Latest Gold Rate: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું લગભગ 200 રૂપિયા જેટલું ઉછળેલું જોવા મળ્યું. જ્યારે ચાંદીમાં પણ તેજી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં હજુ થોડી સુસ્તી જોવા મળી રહી છે. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં તેજી છે.
Trending Photos
સોના અને ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું લગભગ 200 રૂપિયા જેટલું ઉછળેલું જોવા મળ્યું. જ્યારે ચાંદીમાં પણ તેજી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં હજુ થોડી સુસ્તી જોવા મળી રહી છે. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં તેજી છે.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર આજે ગોલ્ડ ફ્યૂચર 188 રૂપિયાની તેજી સાથે 76,231 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું જે કાલે 76,043 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી 398 રૂપિયાની તેજી સાથે 91,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી હતી જે કાલે 90,702 રૂપિયા પર બંધ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 146 રૂપિયાની તેજી સાથે 76538 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જે કાલે 76392 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1065 રૂપિયાની તેજી સાથે 91090 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ જોવા મળી જે કાલે 90025 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/xNQSM5ufqh
— IBJA (@IBJA1919) December 5, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/LVWBD8QxQo
— IBJA (@IBJA1919) December 5, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે