Gold Rate Today: ગયું સોનું હાથમાંથી હવે! ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો ભાવ, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો

કોમેક્સ પર કાલે સોનાએ 2700 ડોલર પર નવો રેકોર્ડ બનાવ્યો હતો તો ઘરેલુ બજારમાં પણ ભાવ 77,000 ની નજીક લાઈફ હાઈ પર પહોંચી ગયો હતો. શરાફા બજારમાં પણ સોનું નવીં ઊંચાઈ સ્પર્શી રહ્યું છે. 

Gold Rate Today: ગયું સોનું હાથમાંથી હવે! ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો ભાવ, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો

ફેસ્ટિવ સીઝનાં સોનાની ચમક તેજ થઈ  ગઈ છે. હળવી સુસ્તી બાદ ગોલ્ડ ફરી એકવાર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઉછાળા વચ્ચે ઘરેલુ વાયદા બજાર અને શરાફા બજારમાં ગોલ્ડ પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. કોમેક્સ પર કાલે સોનાએ 2700 ડોલર પર નવો રેકોર્ડ બનાવ્યો હતો તો ઘરેલુ બજારમાં પણ ભાવ 77,000 ની નજીક લાઈફ હાઈ પર પહોંચી ગયો હતો. શરાફા બજારમાં પણ સોનું નવીં ઊંચાઈ સ્પર્શી રહ્યું છે. 

વાયદા બજારમાં ભાવ
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું હળવું ઘટાડા સાથે જોવા મળ્યું. પછી તેમાં લગભગ 60 રૂપિયાની તેજી જોવા મળી અને તે 76,726 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. કાલે તે 76,664 પર બંધ થયું હતું. સિલ્વર આ દરમિયાન 490 રૂપિયા ઘટાડા સાથે જોવા મળ્યું અને 91,693 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 92,183 પર ક્લોઝ થયું હતું. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 160 રૂપિયા ઉછળીને 76713 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 76553 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જો કે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી આજે 944 રૂપિયા તૂટીને 90568 રૂપિયાના સ્તરે પહોંચી જે કાલે 91512 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news