Gold Price Today: 2 મહિનાના નિચલા સ્તર બાદ વધવા લાગ્યા સોનાના ભાવ, જાણો શું છે લેટેસ્ટ કિંમત

Gold Silver Price Today આ સપ્તાહે સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જો તમે પણ સોનું ખરીદવા ઈચ્છો છો તો તે વાતની જાણકારી હાસિલ કરી શકો છો કે આગામી સપ્તાહે સોનાનું વલણ કેવું રહેશે. 

Gold Price Today: 2 મહિનાના નિચલા સ્તર બાદ વધવા લાગ્યા સોનાના ભાવ, જાણો શું છે લેટેસ્ટ કિંમત

નવી દિલ્હીઃ Gold Price Today: ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો બે મહિનાના નિચલા સ્તર સુધી પહોંચ્યા બાદ ફરીથી મજબૂત થવા લાગી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ 2023 માટે ગોલ્ડ ફ્યૂચર કાલે 55,737 પ્રતિ 10 ગ્રામના સ્તર પર સમાપ્ત થયું હતું. જો સાપ્તાહિક આધાર પર જોઈએ તો સોનાની કિંમત લગભગ 0.54 ટકા સસ્તી થઈ ચુકી છે. 

Gold Silver Price Today 
ભારતીય બજારથી વિપરીત, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 2 ટકાનો વધારો થયો હતો અને તે 1,848 ડોલર પ્રતિ ઔંસની આસપાસ બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે, યુએસ ડૉલરમાં સુધારો થયા બાદ અને ડૉલર ઇન્ડેક્સે પ્રતિકારક સ્તરને તોડ્યા પછી આ અઠવાડિયે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

શું છે સોનાની કિંમત
સોનાના ભાવમાં તત્કાલ સમર્થન 1835 ડોલરના સ્તર પર છે, જ્યારે કિંમતી બુલિયન ધાતુ માટે મુખ્ય સમર્થન 1810 ડોલર છે. MCX પર સોનાની કિંમત માટે તત્કાલ સમર્થન 55300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રાખી શકાય છે, જ્યારે સોના માટે મુખ્ય આધાર 55,000 રૂપિયા બન્યું રહેવાની આશા છે. 

સોનાની કિંમત 56,200ના સ્તરની નજીક પ્રતિકારનો સામનો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં, $1,860 એ તાત્કાલિક અવરોધ છે, જ્યારે $1,890 પ્રતિ ઔંસ એક મુખ્ય પ્રતિકાર છે.

સોનાના ભાવનો ટ્રેન્ડ
બુલિયન નિષ્ણાતોએ રોકાણકારોને 'બાય ઓન ડિપ્સ' વ્યૂહરચના પર વળગી રહેવાની સલાહ આપી છે. બુલિયન એક્સચેન્જમાં નોંધાયેલા સોનાના વેપારી મયંક દેવમૂર્તિનું કહેવું છે કે યુએસ ડોલરમાં વધારો આગામી સપ્તાહમાં પણ ચાલુ રહી શકે છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં અસ્થિરતા રહી શકે છે.

તેઓ માને છે કે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં વધારો થવાનું મુખ્ય કારણ યુએસ ડૉલરની ખરીદી હતી. ગયા અઠવાડિયે, ડૉલર ઇન્ડેક્સ 105ના સ્તરથી ઉપર ઊછળ્યો હતો પરંતુ ત્યાં રહેવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો.

અમેરિકી ડોલરનું ગોલ્ડન કનેક્શન
મયંક દેવમૂર્તિનું માનવુ છે કે અમેરિકી મેક્રોઇકોનોમિક આંકડામાં સુધારે સોનાની કિંમતોનું સમર્થન કર્યું છે. ચીનમાં ઝીરો COVID-19 નીતિના અંતથી અર્થવ્યવસ્થામાં ગતિવિધિમાં વૃદ્ધિ થઈ છે, જેનો પ્રભાવ પાછલા સપ્તાહે જારી વિનિર્માણના આંકડામાં જોવા મળ્યો છે. અમેરિકી બેરોજગારીના આંકડા પણ આશાથી સારા નોંધાયા છે. 

દેશમાં કેવો રહેશે સોનાનો ભાવ
ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી આગાહીમાં અલ નીનો અસરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દુષ્કાળની સંભાવના વધી જાય છે. આનાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને આગામી નાણાકીય નીતિની બેઠકમાં વ્યાજ દરમાં વધારા અંગે કડક વલણ અપનાવવાની ફરજ પડી શકે છે. તેનાથી સોનાના દરમાં મજબૂતી આવવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news