નવરા બેઠા હોવ તો આ ધંધો કરવા જેવો છે, ગુજરાતનો તરવરિયો યુવક મધમાખીથી વર્ષે કમાય છે લાખો રૂપિયા

Honey Bee Farming : મધમાખી પાલન : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો... મધમાખી પાલનથી વાર્ષિક રૂ. 6 લાખથી વધુની આવક... ખેડાના જાળીયાના 27 વર્ષના અર્જુનસિંહનું અનોખું સાહસ... અર્જૂનસિંહની પ્રેરણાથી ગામના બીજા 19થી વધુ ખેડૂતો જોડાયા... પ્રાયોગિક ધોરણે 100 મધપેટીથી કરી શરુઆત કરી, હાલ 1200થી વધુ મધ પેટીઓ... મધમાખી ઉછેરની પેટી ખરીદીમાં  ૫૫% સબસીડી
 

નવરા બેઠા હોવ તો આ ધંધો કરવા જેવો છે, ગુજરાતનો તરવરિયો યુવક મધમાખીથી વર્ષે કમાય છે લાખો રૂપિયા

Honey Bee Farming : કૃષિ ક્ષેત્ર દેશનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. કૃષિ સાથે પશુપાલન પણ આનુષાંગિક ક્ષેત્ર છે. આજે કૃષિ સાથે સંલગ્ન અને મધુરી આવક આપતા એક અલગ પ્રકારના ક્ષેત્રની વાત કરવી છે. ખેડા જિલ્લાનો ૨૭ વર્ષનો તરવરિયો અર્જૂનસિંહ ઝાલા નામનો યુવાન કંઇક અલગ કરી બતાવવાની ખેવના સાથે આજે મધુમક્ષિકા પાલન દ્વારા વાર્ષિક રૂ. ૩ લાખની આવક કરે છે. ગુજરાતના ગામડાઓમાં કૃષિક્ષેત્રે ધરતીપુત્રો અવનવા પ્રયોગો કરી રહ્યા છે. ખેડા જિલ્લાના જાળીયાના અર્જુનસિંહ આવા જ એક ધરતીપુત્ર છે, જેમણે ખેતીના પૂરક  એવા મધમાખી પાલનના વ્યવસાય થકી આવક વૃદ્ધિ કરી છે. જાણીએ અર્જુનસિંહનો અનુભવ.... 

મહેમદાવાદ તાલુકાના જાળિયા ગામનો આ યુવકને નાનપણથી ખેતી કરવામાં ખૂબ રસ હતો. નાનો હતો ત્યારથી જ તે તેમના પિતા લક્ષ્મણભાઇ ઝાલા સાથે ખેતરની જમીન ખૂંદતો. અર્જૂનસિંહે મોટા થઇને જોયું કે, તેના ખેતરમાં વાવવામાં આવતી બાજરીના ઉત્પાદનમાં ધીરેધીરે ઘટાડો થઇ રહ્યો હતો. આવકનું ઓછું પ્રમાણ અને તેમાં પણ દિવસેને દિવસે ઘટતી જતી આવક વચ્ચે કશો માર્ગ સૂઝતો ન હતો.

આ બધા વચ્ચે તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જેને બહું મહત્વ આપે છે અને રાજ્ય સરકાર પણ કૃષિની ફળદ્રુપતા બચાવવા માટે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે. તેના વિશે જાણીને તેઓ બાગાયત ખાતામાં આ અંગે વધુ વિગતો જાણવાં માટે ગયાં. અહીં તેમને પ્રાકૃતિક કૃષિ એટલે શું અને તે કેવી રીતે કરી શકાય આ ઉપરાંત તેના ફાયદા વિશે જાણવાં મળ્યું.

આ પણ વાંચો : 

તેમને તેનાથી જાણવા મળ્યું કે, તેમના ખેતર દ્વારા પાક ઓછું ઉતરવાનું કારણ રાસાયણિક ખેતી છે. ત્યારબાદ અર્જૂનસિંહે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી અને તેમણે નોંધ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા પાક સરસ થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઇ રહે છે. પહેલા કરતાં પ્રાકૃતિક ખેતીથી તેમના ખેતરમાં બાજરી અને તમાકુનો પાકના ઉત્પાદનમાં પણ ધીરેધીરે વધારો થઇ રહ્યો હતો. 

થોડોક સમય વિત્યા પછી અર્જુનસિંહે મધમાખી ઉછેર વિષે સાંભળ્યું. કંઇક અલગ કરવાની તેમની ચાહ તેઓને સંશોધન માટે ભૂજ, સૂરત દોરી ગઈ. આ સ્થળોએ તેઓએ મધમાખી ઉછેર કરતાં ખેડૂતો પાસેથી મધુમક્ષિકા પાલનની નાનામાં નાની વિગતો જાણી. 
ત્યારબાદ તેમણે રાજ્ય સરકારની સબસીડીની મદદ દ્વારા પ્રાયોગિક ધોરણે પ્રથમ ૧૦૦ પેટીથી મધ ભેગું કરવાની શરૂઆત કરી. પરંતુ તેમાં ૫૦ મધની પેટીઓ નિષ્ફળ ગઈ. આથી, ફરી એકવાર હતાશા આવી. છતાં, તેઓ હિંમત હાર્યા નહીં અને વધુ 50 પેટીઓથી ફરી મધ ભેગું કરવાની શરુઆત કરી. આજે અર્જૂનસિંહ પાસે 1200 મધ પેટીઓ છે. જેમાં તેઓ મધ ભેગું કરે છે અને વાર્ષિક રૂ. ૬ લાખ ની કમાણી મધમાખી ઉછેર દ્વારા કરે છે.

આ પણ વાંચો : 

અર્જુનસિંહ આ અંગે જણાવે છે કે, મધમાખી ઉછેરની પેટી ખરીદવા માટે રાજ્ય સરકાર ૫૫% સબસીડી આપે છે. એટલે કે, જે મધની પેટી બજારમાં રૂ. ૪,૦૦૦ની મળે છે, તે સરકારની સહાયથી ખેડૂતોને લગભગ રૂપિયા 1800 માં જ મળી રહે છે. કૃષિ સિવાયના સમયમાં ખેતરમાં જ આ મધુમક્ષિકા પાલન દ્વારા તેઓ વધારાની આવક મેળવવા સાથે ગામના યુવાનોને રોજગારીનો અવસર પણ આપી રહ્યા છે. તેમની આ પ્રવૃત્તિ જોઇને ગામના અન્ય ૧૯ ખેડૂતો પણ મધમાખી ઉછેરમાં જોડાયા છે. તેઓ ખેડા, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં મધુમક્ષિકા પાલનનો વ્યવસાય કરીને આ મીઠી અને મધુરી ખેતી કરી રહ્યા છે.  

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news