મળો ગૌતમ અદાણીના ભાઇ વિનોદ શાંતિલાલ અદાણીને, દરરોજ કમાય છે 120 કરોડ રૂપિયા
Vinod Shantilal Adani: બંને અદાણી ભાઇઓની સંપત્તિને ભેગી કરવામાં આવે તો તેમની પાસે કુલ 16.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે એટલે હુરૂન અમીરોની યાદીના ટોપ 10 લોકોની 40 ટકા સંપત્તિના બરાબર છે.
Trending Photos
Vinod Shantilal Adani: દેશમાં જ નહી દુનિયાના ટોપ અમીરોની યાદીમાં અદાણી ગ્રુપ (Adani Group) ના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) દુનિયાના બીજા નંબર પર બિરાજમાન છે. આઇઆઇએફએલ હુરૂન ઇન્ડીયા રિચ લિસ્ટ 2022 (IIFL Wealth Hurun India Rich List 2022) ના અનુસાર, ગૌતમ અદાણીની દરરોજની કમાણી 1612 કરોડ રૂપિયા છે. હુરૂન દ્રારા જાહેર કરવામાં આવેલી યાદીના અનુસાર ગૌતમ અદાણીના ભાઇ વિનોદ શાંતિલાલ અદાણી (Vinod Shantilal Adani) સૌથી અમીર એનઆરઆઇ (Non-Resident Indian) છે. આવો જાણીએ તેમના વિશે.
5 વર્ષમાં વધી 850% સંપત્તિ
ગૌતમ અદાણીના ભાઇ વિનોદ શાંતિલાલ અદાણી દુબઇમાં રહે છે અને તે દુબઇ, જકાર્તા અને સિંગાપુરમાં એક્ટિવ છે. તમને જણાવી દઇએ કે તેમની સંપત્તિમાં ગત વર્ષે 37,400 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલું જ નહી, વિનોદ શાંતિલાલ અદાણી ભારતના ટોપ 10 અમીરોમાં છઠ્ઠા સ્થાન પર છે. આ ઉપરાંત ગત પાંચ વર્ષોમાં તેમની સંપત્તિમાં 850 ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે. આ દરમિયાન તેમની સંપત્તિ વધીને 1.69 લાખ કરોડ રૂપિયા પર આવી ગઇ છે.
આ મુજબ બંને અદાણી ભાઇઓની સંપત્તિને ભેગી કરવામાં આવે તો તેમની પાસે કુલ 16.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે એટલે હુરૂન અમીરોની યાદીના ટોપ 10 લોકોની 40 ટકા સંપત્તિના બરાબર છે.
જાણો કેટલી છે કમાણી?
હવે વાત કરીએ શાંતિલાલ અદાણીની તો IIFL Wealth Hurun India Rich List 2022 માં કુલ 94 અમીર એનઆરઆઇ સામેલ છે. જેમાં વિનોદ શાંતિલાલ અદાણીએ દરરોજના હિસાબે 102 કરોડ રૂપિયાની સંપત્તિ કમાય છે. તો બીજી તરફ હિંદુજા બ્રધર્સ 1.65 લાખ કરોડ રૂપિયા સાથે બીજા સ્થાન પર છે. ત્યારબાદ આર્સલર મિત્તલના લક્ષ્મી નિવાસ મિત્તલ 1.5 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાન પર છે.
ક્યાં રહે છે વિનોદ શાંતિલાલ અદાણી?
વિનોદ શાંતિલાલ અદાણી 1976 ભિવાડીમાં વી આર ટેક્સટાઇલ્સ નામને કંપનીથી પાવર લૂમ સ્થાપિત કરી સફરની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે સિંગાપુરમાં શિફ્ટ થયા અને પછી 1994 માં દુબઇમાં રહેવા લાગ્યા અને ખાડીના દેશોમાં પોતાનો બિઝનેસ વધાર્યો. દુબઇમાં તેમણે ખાંડ, ઓઇલ, એલ્યૂમિનિયમ, કોપર અને આયરન સ્ક્રેપનો બિઝનેસ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે