Budget 2021: કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ આપવાની તૈયારી, નાણામંત્રી કરી શકે છે જાહેરાત

કોરોનાના કહેરથી જો તમારું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું અને સારવારમાં ભારે ખર્ચ પણ થઇ ગયો છે તો આ સમાચાર તમને મોટી રાહત આપશે. ખબર છે કે બજેટમાં મોદી સરકાર કોરોના સારવારમાં ખર્ચ થયેલા પૈસાને ટેક્સ કપાત (Tax Deduction) માં સામેલ કરી શકે છે. 

Budget 2021: કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ આપવાની તૈયારી, નાણામંત્રી કરી શકે છે જાહેરાત

Budget 2021: કોરોનાના કહેરથી જો તમારું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું અને સારવારમાં ભારે ખર્ચ પણ થઇ ગયો છે તો આ સમાચાર તમને મોટી રાહત આપશે. ખબર છે કે બજેટમાં મોદી સરકાર કોરોના સારવારમાં ખર્ચ થયેલા પૈસાને ટેક્સ કપાત (Tax Deduction) માં સામેલ કરી શકે છે. 

કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ!
તમારી વાર્ષિક આવક (Income) પર સરકાર ઇનકમ ટેક્સ લે છે. જો કોરોના સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમને સરકાર ટેક્સ ડિડક્શનમાં સામેલ કરી લે છે તો તમારી ઇનકમનો એક મોટો ભાગ ટેક્સ ફ્રી થઇ જશે. આ જાહેરાતથી તે તમામ લોકોને મોટી રાહત મળશે જે કોરોના સંક્રમિત થયા હતા અને સારવારમાં મોટી રકમ ખર્ચ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બજેટ  (Budget 2021) માં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પોતાના રિસોર્સિઝ વધારવા માટે સરકાર બજેટ  (Budget 2021) માં કોવિડ બોંડ્સ જેવી કોઇ નવી કેટેગરીને ટેક્સ સેવિંગ બોડ્સ લાવી શકે છે. આ બોડ્સ પર સરકાર ટેક્સ ડિડક્શનની સુવિધા આપી શકે છે.   

ભારતમાં કોરોનાનો કહેર
આખી દુનિયા સાથે ભારતમાં પણ કોરોના (Covid 19) એ તબાહી મચાવી. આંકડા અનુસાર 10 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા અને 1 લાખ 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. હાલ ભારતમાં કોરોના વેક્સીનેશનનું કામ શરૂ થઇ ચૂક્યું છે જોકે કોરોના અત્યારે સંપૂર્ણપણે અટક્યો નથી. આખા દેશમાંથી દરરોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. 

હેલ્થ સેક્ટર પર વધુ ભાર
કોરોના મહામારીના લીધે તે આ વખતે બજેટમાં હેલ્થ સેક્ટર પર વધુ ભાર રહેવાની આશા છે. લગભગ નક્કી માનવામાં આવે છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણના પટારામાંથી હેલ્થ સેક્ટર પર વધુ ધન વરસશે. હાલ જીડીપીનો 1.4 ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આશા છે કે સરકાર તેને વધારીને બમણો કરી શકે છે કારણ કે સરકારનો ટાર્ગેટ 2024 સુધી જીડીપીના 4 ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news