અહીં મળે છે દુનિયાનું સૌથી સસ્તું પેટ્રોલ, કિંમત 1 રૂ./લીટરથી પણ ઓછી

ભારતમાં પેટ્રોલની કિંમત ઝપાટાબંધ વધી રહી છે

અહીં મળે છે દુનિયાનું સૌથી સસ્તું પેટ્રોલ, કિંમત 1 રૂ./લીટરથી પણ ઓછી

નવી દિલ્હી : ભારતમાં પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. આ કિંમતના વધારાને પગલે ખાવાપીવાની વસ્તુઓની કિંમત પણ વધી રહી છે. જોકે દુનિયામાં એવા અનેક દેશો છે જ્યાં બહુ સસ્તું પેટ્રોલ મળે છે. 

તમને એ  જાણીને આશ્ચર્ય થશે કે વેનેઝુએલામાં એક લીટર પેટ્રોલની કિંમત માત્ર 60 પૈસા છે. (આ આંકડા ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ ડોટ કોમ પરથી લેવામાં આવ્યા છે. આ સિવાય ઇરાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 20.36 રૂ. છે. આ દેશ પોતાની જરૂરિયાત કરતા વધારે ક્રુડનું ઉત્પાદન કરે છે એટલે એ ક્રુડની નિકાસ પણ કરે છે. 

અન્ય દેશોમાં પેટ્રોલની કિંમત પર એક નજર... (એક લીટરનો ભાવ)
સુદાન - 24.47 રૂપિયા 

  • કુવૈત - 24.76 રૂપિયા
  • અલ્જેરિયા - 25.34 રૂપિયા 
  • ઇક્વેડોર -  27.93 રૂપિયા
  • નાઇજિરીયા - 29.41 રૂપિયા 
  • તુર્કમેનિસ્તાન - 30.57 રૂપિયા
  • ઇજિપ્ત - 30.91 રૂપિયા 
  • કઝાકિસ્તાન - 34.86 રૂપિયા  
  • બહરીન - 37.88 રૂપિયા

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news