MODI 3.0 ની રચના બાદ કેન્દ્રીય કર્મચારીને મળશે ગુડ ન્યૂઝ, 8th Pay Commission પર લેવામાં આવી શકે છે મોટો નિર્ણય

7th Pay Commission: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળી શકે છે. અનુમાન લગાવવામાં આવે છે કે કેન્દ્રની નવી સરકાર 8મા પગાર પંચ પર મોટી જાહેરાત કરી શકે છે. 

MODI 3.0 ની રચના બાદ કેન્દ્રીય કર્મચારીને મળશે ગુડ ન્યૂઝ, 8th Pay Commission પર લેવામાં આવી શકે છે મોટો નિર્ણય

8th Pay Commission: લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. તો બીજી તરફ ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ ગ્રહણ કરશે. કેન્દ્રની મોદી 3.0 સરકાર આગામી થોડા દિવસોમાં કર્મચારીઓને લઇને મોટી જાહેરાત કરી દીધી છે. જોકે એવું કહેવામાં આવે છે કે મોદી સરકાર 8મા પગારપંચ પર ચર્ચા કરી શકે છે. જોકે અત્યાર સુધી તેના માટે કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ જલદી જ ચર્ચાની આશા છે. જો કેન્દ્ર સરકાર 8મું પગાર પંચ (8th Pay Commission) લાગૂ કરી શકે છે તો કેન્દ્રીય કર્મચારીની સેલરી પણ સારી એવી વધી શકે છે. 

મોનસૂન સત્રમાં થઇ શકે છે ચર્ચા
સામે આવેલી જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર આગામી વર્ષ સુધી સરકારી કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે. જોકે અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું હતું કે 8મું પગાર પંચ અત્યારે લાગૂ નહી થાય, પરંતુ નવી સરકાર બન્યા બાદ ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીની આશા જાગી છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રની નવી સરકાર આગામી મોનસૂન સત્રમાં આઠમા પગાર પંચને લઇને ચર્ચા કરી શકે છે. 

આ પહેલાં કર્મચારી અને તાલીમ વિભાગ (Do&PT) હેઠળના કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયે ભારતીય રેલવે ટેકનિકલ સુપરવાઈઝર એસોસિએશન તરફથી 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે વધુ કાર્યવાહી માટે ખર્ચ વિભાગને પત્ર મોકલ્યો હતો.

10 વર્ષના અંતરાલ વચ્ચે થાય છે રચના
તમને જણાવી દઇએ કે કેન્દ્રીય વેતન સામાન્ય રીત દર વર્ષે ફક્ત એકવાર કરવામાં આવે છે, જેમાં પગારમાં સારા એવા વધારા સાથે સાથે ઘણા અન્ય લાભ અને સુવિધાઓ મળે છે. સાથે જ વિભિન્ન વિભાગો, એજન્સીઓ અને સેવાઓની વિશેષ જરૂરિયાતોને પુરી કરવા મઍટે પણ પગાર પંચની રચના કરવામાં આવે છે.  

ક્યરે લાગૂ થશે 7મું પાગર પંચ? 
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 01.01.2016 થી 7મા પગારની ભલામણનો અમલ કર્યો હતો. ત્યારબાદ સરકારની કામગીરી, દેશની અર્થવ્યવસ્થાનું કદ, જીડીપી વૃદ્ધિ, વિવિધ કરવેરા વસૂલાતની રકમ, ફુગાવાની પેટર્ન, દરેક વિભાગમાં કર્મચારીઓની સંખ્યા, રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓની સંખ્યા, કર્મચારીઓની સંખ્યા અને સામાન્ય જનતાના ઉપયોગ પેટર્નમાં વગેરેમાં ઘણા ફેરફાર થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news