પાકિસ્તાન 2030 સુધીમાં વિશ્વનું ચૌથું સૌથી વધુ વસતી ધરાવતું રાષ્ટ્ર બની જશેઃ નિષ્ણાતો
આંકડા અનુસાર 1998માં જ્યારે છેલ્લી વસતી ગણતરી કરાઈ હતી ત્યાર બાદ પાકિસ્તાનની વસતીમાં 57 ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે.
Trending Photos
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન માટે હવે વસતી વિસ્ફોટ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. પાકિસ્તાનના અખબાર ડોનમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધીમાં પાકિસ્તાન વિશ્વનું ચૌથું સૌથી વધુ વસતી ધરાવતું રાષ્ટ્ર બની જશે. અત્યારે વસતીની દૃષ્ટિએ પાકિસ્તાનનો વિશ્વમાં છઠ્ઠો ક્રમ છે અને જે રીતે પાકિસ્તાનમાં હાલ વસતી વધી રહી છે તે જોતાં તે બે સ્થાનનો કૂદકો મારી શકે છે.
આ અહેલમાં નિષ્ણાતોએ જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં વસ્તી વિસ્ફોટનું મુખ્ય કારણ આ દેશમાં ક્યારેય પણ પરિવાર નિયોજન અંગે વિચારવામાં આવ્યું નથી. તેમણે જણાવ્યું કે, સરકારો/ અધિકારીઓએ ક્યારેય પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો જ નથી કે આ દિશામાં યોગ્ય પગલાં પણ ક્યારેય લેવાયાં નથી.
કરાચી ખાતે ડાવ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસમાં આયોજિત એક ચર્ચાસત્રમાં નિષ્ણાતોએ આ ચિંતા વ્યક્ત કરી હતી.
આ ચર્ચાસત્રમાં ભાગ લેવા આવેલા નિષ્ણાતોએ જણાવ્યું કે, પરિવાર નિયોજન અંગેના કાર્યક્રમો પર ભાર મુકવાની જરૂર છે અને સાથે જ મહિલાઓમાં સાક્ષરતા વધારવાની જરૂર છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન મૃત્યુ અને શિશુ મૃત્યુદર અંગે પણ દેશમાં જાગૃતિ લાવવાની જરૂર છે.
અહીં એ બાબતનો ઉલ્લેખ કરાયો હતો કે, પાકિસ્તાન કિશોર વયમાં ગર્ભધારણનો 80%નો દર ધરાવે છે. નાની ઉંમરે લગ્ન કરી દેવાની પ્રથા પણ દેશમાં વસતી વધારાનું મુખ્ય કારણ છે. આ ચર્ચાસત્રમાં અન્ય જે બે મુખ્ય મુદ્દા પર ભાર મુકાયો હતો તેમાં નિર્ણય લેવાની બાબતમાં મહિલાઓની ગેરહાજરી અને દિકરાની ઘેલછામાં બાળકો પેદા કરવા છે.
પાકિસ્તાનના આંકડા વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2017માં દેશની વસતી વધીને 20 કરોડ 80 લાખના આંકડાને પાર કરી ગઈ હતી. 19 વર્ષ પહેલા દેશમાં પ્રથમ વખત હાથ ધરાયેલી વસતી ગણતરી અંગે બ્યૂરોએ જણાવ્યું કે, "વસતી ગણતરીના આંકડા અુસાર પાકિસ્તાનની વસતી 207.774 મિલિયન થઈ ગઈ છે અને 1998-2017 દરમિયાન તેનો સરેરાશ વૃદ્ધિ દર 2.4 ટકા રહ્યો છે."
આંકડા અનુસાર 1998માં જ્યારે છેલ્લી વસતી ગણતરી કરાઈ હતી ત્યાર બાદ પાકિસ્તાનની વસતીમાં 57 ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે