Population News

સરરર દોડી રહ્યો છે સુરતનો સાયકલિંગ પ્રોજેક્ટ, જેના માટે શહેરને મળ્યો એવોર્ડ
સુરત શહેરની જો વાત કરીએ તો ગુજરાતની 60 લાખથી વધુ વસ્તી ઓ અહીં વસે છે અને તેમાં પણ 25 લાખથી વધુ વાહનોની રોજેરોજ અવરજવર હોય છે. સૌથી વધુ ટ્રાફિક પણ આ વાહનોના કારણે સુરત (Surat) માં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતો હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક ઓછો કરવા માટે સાયકલિંગ ફોર ચેન્જ (cycling for change) નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 102 જેટલાં શહેરોમાં તેનો સર્વે કરવામાં આવ્યો હતો. બાદમાં 102 પૈકી 25 પ્રોજેક્ટની પસંદગી કરાઈ હતી. બાદ માં 25 માંથી 11 જેટલા શહેરોને પ્રોજેકટ અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં સુરતની પસંદગી થઈ છે. સાથે જ સુરત શહેરને રૂપિયા 1 કરોડનું અનુદાન પણ મળશે.
Jul 30,2021, 7:37 AM IST

Trending news