કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.105નો વધારો મંજૂર કરાયો
ઘઉં માટેનો લઘુત્તમ ટેકાના ભાવ વર્ષ 2017-18 માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.1,735 હતા, જે હવે વધીને વર્ષ 2018-19 માટે રૂ.1,840 રહેશે
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટર રૂ.105ના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ વધારા સાથે હવે વર્ષ 2018-19માં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂ.1,840 રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આગામી રવી સિઝનના પાકના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપવામાં આવી હતી.
વર્ષ 2017-18 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.1,735 હતો, જેમાં હવે પ્રતિ ક્વિન્ટલ રૂ.105નો વધારો કરાયો છે.
ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાની ભલામણ CAPC દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સંસ્થા ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચના 50 ટકા નફો આપવાના સરકારના પ્રયાસોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.
આ વર્ષે ખેડૂતોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે ત્યારે સરકારના આ નિર્ણયની કેટલી સકારાત્મક અસર રહેશે એ જોવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે