1 વર્ષમાં 92 ટકા રિટર્ન, હવે ડિવિડન્ડની સાથે 1 શેર પર 3 શેર ફ્રીમાં આપશે આ કંપની
Bonus Share: રેડટેપ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે અંતરિમ ડિવિડન્ડ (વચગાળાનું ડિવિડન્ડ) અને બોનસ શેર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
Trending Photos
Bonus Share: બુટ બનાવતી કંપની રેડટેપ લિમિટેડે ગુરુવારે પોતાના રોકાણકારોને મોટા સમાચાર આપ્યા છે. કંપનીએ આજે બોર્ડ મિટિંગમાં વચગાળાના ડિવિડન્ડ અને બોનસ શેર અંગે વિચારણા કરવાની હતી અને તેની જાહેરાત કરવામાં આવી છે. કંપની તેના રોકાણકારોને બોનસ શેરની સાથે વચગાળાનું ડિવિડન્ડ આપશે. આ સમાચાર વચ્ચે ગુરુવારે રેડટેપ સ્ટોકના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આજના ઈન્ટ્રાડે ટ્રેડમાં શેરમાં 5%નો વધારો જોવા મળ્યો હતો. તેનું છેલ્લું ક્લોજિન્ગ 869 પર હતું, જેની સરખામણીમાં શેર 915ની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચ્યો હતો.
રેડટેપ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાના ડિવિડન્ડ અને બોનસ શેર જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 26 ડિસેમ્બર 2024ના રોજ યોજાયેલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ પ્રતિ ઈક્વિટી શેર (100%) ₹2નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. તે કંપની દ્વારા પોતાના નફાનો તે ભાગ છે જે શેરધારકોને રોકડ ચુકવણી તરીકે આપવામાં આવે છે.
રેકોર્ડ ડેટ 3 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. જેઓ આ તારીખ સુધી કંપનીના શેર ધરાવે છે તેઓ આ ડિવિડન્ડ માટે પાત્ર બનશે.
કંપનીએ બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. બોનસ રેશ્યો દરેક 1 શેર પર 3 નવા શેર (3:1) રાખવામાં આવ્યો છે. તેમાં 2 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે ઇક્વિટી શેર હશે. બોનસ પહેલા કુલ શેરની સંખ્યા: 13,82,01,900 શેર અને બોનસ પછી 55,28,07,600 શેર હશે.
બોનસ શેર શું છે?
બોનસ શેર રોકાણકારોને મફત આપવામાં આવે છે. જેના કારણે રોકાણકારોને તેમનો હિસ્સો વધતો જોવા મળે છે. કંપની આ બોનસ તેના ફ્રી રિઝર્વમાંથી જાહેર કરશે. બોનસ માટે રૂ. 82.92 કરોડનું ફંડ છે. કંપની પાસે 331.30 કરોડ રૂપિયાનું ફ્રી રિઝર્વ (31 માર્ચ 2024 સુધી) છે.
ડિવિડન્ડથી રોકાણકારોને કંપનીના નફામાંથી સીધો લાભ મળે છે. બોનસ શેર રોકાણકારોનો હિસ્સો વધારે છે અને કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે. બોનસ શેર અને ડિવિડન્ડના વિતરણની પ્રક્રિયા નિયમનકારી મંજૂરી બાદ પૂર્ણ કરવામાં આવશે. બોનસ શેરની રેકોર્ડ તારીખ અને વિતરણ તારીખ વિશેની માહિતી SEBIની મંજૂરી પછી જાહેર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે