આ દેશે તૈયાર કરી દુનિયાની સૌથી ઘાતક રાયફલ, એક મિનિટમાં એક હજાર ગોળીઓ કરશે ફાયર

રશિયાએ AK-521 નામની એક એવી ખતરનાક રાયફલ તૈયાર કરી છે. જેનાથી લગભગ 800 મીટર દૂર ઉભા દુશ્મનોને પણ ઠેકાણે લગાવી શકશે.

આ દેશે તૈયાર કરી દુનિયાની સૌથી ઘાતક રાયફલ, એક મિનિટમાં એક હજાર ગોળીઓ કરશે ફાયર

મોસ્કો: દુનિયાની સૌથી ઘાતક રાયફલ માનવામાં આવતી AK-47 રાયફલ હવે વધુ ખતરનાક બની ગઇ છે. રશિયાએ હવે આ રાયફલના એડવાન્સ વર્ઝન AK-521ને વિકસિત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં બનેલી AK સિરીઝની રાયફલોમાં સૌથી ઘાતક હશે.

દુર્ગમ વિસ્તારોમાં પણ ઉપયોગ કરી શકાય છે રાયફલ
રશિયન બિયોન્ડમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, AK-521 રાયફલની જાળવણી પણ ઘણી ઓછી રહેશે. તે 7,62х39 અને 5,56-45 બુલેટનો ઉપયોગ કરશે. દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકો પણ તેનો ઉપયોગ સરળતાથી કરી શકશે. માનવામાં આવી રહ્યું છે કે કલાશનિકોવ કન્સર્ન (Kalashnikov Concern) કંપની ટૂંક સમયમાં આ રાયફલને એક્સપોર્ટ વર્ઝન તૈયાર કરશે, જે સાથી દેશોને વેચાણ માટે રજૂ કરવામાં આવશે.

AK-521 વજન ઘટાડ્યું
રિપોર્ટ અનુસાર, AK-500 સિરીઝની અન્ય તમામ રાયફલ્સની જેમ, તેમાં પણ અપર અને લોવર રીસીવર હશે. આ રાયફલમાં વધુ વજન સહન કરવા માટે મોટાભાગના ભાગો ધાતુના બનેલા છે. તે જ સમયે, રાયફલ હેન્ડલ અને મેગ્ઝીનની સામેના હોલ્ડિંગ પોઇન્ટ્સ પર પોલિમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

800 મીટર સુધી ચોકસાઇથી ફાયર કરી શકે છે AK-521
અહેવાલમાં જણાવાયું છે કે AK-521 રાયફલની રેન્જ 800 મીટર હશે. આનો અર્થ એ થશે કે આ રાઇફલ 800 મીટરના અંતર સુધી હાજર દુશ્મનોને ઠાર કરવામાં સક્ષમ હશે. જો કે, કંપનીએ હજી સુધી રાયફલની રેન્જ સત્તાવાર રીતે જાહેર કરી નથી.

ઉપયોગ દરમિયાન રાયફલમાં નહીં આવે તિરાડ
આ AK-521 રાયફલમાં ઓપ્ટિક્સ બોઇન્ડિંગ અને બેરલની મધ્યમાં મજબૂત મેટલનો ઉપયોગ કર્યો છે. જે કામગીરી અથવા જાળવણી દરમિયાન તેમાં તિરાડોની સંભાવનાને દૂર કરશે.

બે ડઝનથી વધુ દેશો કરી રહ્યા છે ઉપયોગ
કલાશનિકોવ કન્સર્ન (Kalashnikov Concern)ની AK-47 રાયફલ્સનો ઉપયોગ દુનિયાના બે ડઝનથી વધુ દેશો તેમની સેનામાં કરે છે. આ ઉપરાંત, સરળ જાળવણીને કારણે, આ રાયફલ્સ વિશ્વભરના તમામ આતંકવાદી સંગઠનોની પણ પ્રથમ પસંદગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news