ચીનની 'ધમકી'થી ડરી ગયું જાપાન, હોંગકોંગના મુદ્દે નહી આપે અમેરિકાનો સાથ
ટોક્યોએ 28 મેના રોજ અલગથી નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન દ્વારા નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને મંજૂરી આપવી ગંભીર રીતેચિંતાનો વિષય છે. બીજિંગના પગલાંથી હોંગકોંગની વિશેષ સ્વાયત્તતા અને સ્વતંત્રતા ખતરામાં પડી શકે છે.
Trending Photos
ટોક્યો: હોંગકોંગ (Hong Kong) મુદ્દે ચીન વિરોધી અમેરિકન અભિયાનમાં જાપાન સામેલ નહી થાય. સમાચાર એજન્સી ક્યોદોના અનુસાર ચીનના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઇને સંયુક્ત રૂપથી તેના વિરૂદ્ધ નિંદાત્મક નિવેદન જાહેર કરીને અમેરિકાન, બ્રિટન અને અન્ય દેશોના નિર્ણયથી જાપાન સરકારે પોતાને અલગ કરી દીધું છે.
રોયટર્સના એક રિપોર્ટ અનુસાર બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા વચ્ચે ચીન દ્વારા 28 મે સુધી મંજૂર કરવામાં આવેલા સુરક્ષા કાયદા માટે તેમની નિંદા કરતાં કહ્યું હતું કે આ સ્વતંત્રતાનો ખતરો હશે પૂર્વ ઉપનિવેશની સ્વાયત્તતા પર 1984ના ચીન-બ્રિટિશ કરારનો ભંગ કરી દીધો છે.
જોકે ટોક્યોએ 28 મેના રોજ અલગથી નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન દ્વારા નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને મંજૂરી આપવી ગંભીર રીતેચિંતાનો વિષય છે. બીજિંગના પગલાંથી હોંગકોંગની વિશેષ સ્વાયત્તતા અને સ્વતંત્રતા ખતરામાં પડી શકે છે. પરંતુ હવે તે ચીન વિરોધી આંતરાષ્ટ્રીય અભિયાનનો ભાગ બની શકશે નહી.
જોકે જાપાન, અમેરિકા અને ચીન વચ્ચે તણાવને લઇને મોટી વિચિત્ર સ્થિતિમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) જાપાનની યાત્રા પર આવી શકે છે, એટલા માટે તે કોઇ એવું પગલું ભરવા માંગતું નથી જેથી તેના સંબંધ ચીન સાથે પ્રભાવિત થાય. જિનપિંગને એપ્રિલની શરૂઆતમાં જાપાન આવવાનું હતું. પરંતુ કોરોના સંકટ (Corona Virus) ને જોતાં તેને સ્થગિત કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે