Elon Musk: હવે પોતાનું શહેર વસાવશે એલન મસ્ક, જાણો કેટલા લોકોને આ શહેરમાં રહેવાની તક મળશે?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એલન મસ્કે ટેક્સાસમાં પોતાનું શહેર વસાવવા માટે અનેક હજાર જમીનની ખરીદી કરી રહ્યા છે. અત્યાર સુધી 3500 એકર જમીન ખરીદવામાં આવી છે. ખાસ વાત એ છે કે એલન મસ્ક પોતાની કંપનીના કર્મચારીઓ માટે આ શહેરને વસાવવાની તૈયારી કરી રહ્યા છે.

Elon Musk: હવે પોતાનું શહેર વસાવશે એલન મસ્ક, જાણો કેટલા લોકોને આ શહેરમાં રહેવાની તક મળશે?

Tesla: દુનિયાના બીજા નંબરના સૌથી પૈસાદાર વ્યક્તિ, ટેસ્લા અને ટ્વિટરના માલિક એલન મસ્ક હવે એક બીજું મોટું પગલું ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. ટ્વિટરને ટેકઓવર કર્યા પછી એલન મસ્ક પોતાનું શહેર વસાવવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટેક્સાસમાં પોતાનું એક અલગ શહેર વસાવવાનું વિચારી રહ્યા છે. તેના માટે તેમણે અનેક હજાર એકર જમીન પણ ખરીદી લીધી છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એલન મસ્કે ટેક્સાસમાં પોતાનું શહેર વસાવવા માટે અનેક હજાર જમીનની ખરીદી કરી રહ્યા છે. અત્યાર સુધી 3500 એકર જમીન ખરીદવામાં આવી છે. ખાસ વાત એ છે કે એલન મસ્ક પોતાની કંપનીના કર્મચારીઓ માટે આ શહેરને વસાવવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં તેમની કંપનીમાં કામ કરનારા કર્મચારી અને સ્ટાફ કામ પણ કરશે. 

એલન મસ્કે આ શહેરનું નામ પણ ફાઈનલ કરી દીધું છે. આ શહેરને સ્નેલબ્રુક નામ આપવા માગે છે. હાલમાં આ શહેરમાં 100 મકાન બનાવવાની યોજના છે. આ શહેરનું લોકેશન એલન મસ્કની કંપની બોરિંગ અને સ્પેસ એક્સના નિર્માણાધીન પ્લાન્ટની નજીક છે. આ શહેર તમામ સુવિધાઓથી સજ્જ હશે. જેમાં દરેક નાની-મોટી વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે એલન મસ્કને ટેક્સાસ શહેર અત્યંત પસંદ છે. વર્ષ 2020માં મસ્કે જાહેરાત કરી હતી કે તે ટેસ્લાના હેડક્વાર્ટ્સ અને પોતાના ઘરને ટૂંક સમયમાં કેલિફોર્નિયાથી ટેક્સાસ શિફ્ટ કરશે. તેના પછી એલન મસ્કે તે દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 2022માં એલન મસ્કે ટેસ્લાની એક ફેક્ટરીની શરૂઆત ઓસ્ટિનમાં કરી હતી. તેના પછી તેમણે ટેક્સાસમાં સ્પેસએક્સ અને બોરિંગ કંપની માટે ટેક્સાસમાં યુનિટ શરૂ કર્યુ હતું.

હવે એલન મસ્ક ટેક્સાસમાં પોતાના જ કર્મચારીઓ માટે એક ખાસ શહેર બનાવવાનું નક્કી કર્યુ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એલન મસ્કે આ શહેરમાં ઘણા ઓછા ભાવમાં પોતાના સ્ટાફ અને કર્મચારીઓને ઘર આપવાનો પ્લાન તૈયાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news