વધતી જઈ રહી છે અલ્લૂ અર્જુનની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Allu Arjun Pushpa 2: 'પુષ્પા 2: ધ રૂલ' ની રિલીઝને બે અઠવાડિયા થઈ ચૂક્યા છે, પરંતુ પ્રીમિયર ભાગદોડનો મુદ્દો શાંત થવાના બદલે પેચીતો બની રહ્યો છે. તાજેતરમાં જ તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અલ્લુ અર્જુન પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેણે પોલીસ પાસેથી પરવાનગી મળી નહોતી.
Trending Photos
CM Revanth Reddy Allegations On Allu Arjun: સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' ને બોક્સ ઓફિસ પર બે અઠવાડિયાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ ફિલ્મ પર થયેલો વિવાદ ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. દરરોજ કંઈકને કઈ અલ્લૂની મુસ્કેલીઓ વધતી જઈ રહી છે. ફિલ્મના રિલીઝના એક દિવસ પહેલા 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેનું પ્રીમિયરર રાખવામાં આવ્યું હતું, જેમાં અભિનેતા અચાનક પહોંચી ગયા, જેના કારણે તેમણે જોવા માટે પ્રશંસકોએ ભાગદોડ કરી, જેના કારણે ભાગદોડ મચી ગઈ અને એક 35 વર્ષની મહિલાનું મોત થઈ ગયું.
જ્યારે, તે મૃત મહિલાનો 8 વર્ષનો પુત્ર હોસ્પિટલમાં મોત સામે જિંદગીની જંગ લડી રહ્યો છે. આ વિવાદમાં હવે તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવન્ત રેડ્ડીએ શનિવારે આરોપ લગાવ્યો કે પોલીસની પરમિશન ના મળી હોવા છતાં અલ્લૂ અર્જુન તે સિનેમા ઘરમાં પહોંચ્યા, પરંતુ અભિનેતાએ આ આરોપનું ખંડન કર્યું. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાગદોડમાં એક મહિલાનું મોત થયા બાદ અભિનેતા થિયેટરમાંથી ગયા નહોતા, ત્યારબાદ પોલીસે જબરદસ્તી તેમણે બહાર કાઢ્યા. એઆઈએમઆઈએમ ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો.
મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ અલ્લુ પર લગાવ્યા ગંભીર આરોપ
ત્યારબાદ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે અલ્લુ અર્જુન પર રોડ શોનું આયોજન કરવા અને ભારે ભીડ હોવા છતાં ભીડમાં હાથ હલાવીને અભિવાદન ના કરવા માટે અલ્લૂ અર્જુનને દોષી ઠેરવ્યા. જો કે, મુખ્યમંત્રીના આ આરોપો પછી અભિનેતાએ પણ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ તમામ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે આ સાચું નથી. પોલીસ તેમના માટે રસ્તો બનાવી રહી હતી અને તેમની સૂચનાથી તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ભીડ તરફ હાથ હલાવીને રોડ શો કર્યો હોવાના આરોપોને પણ નકારી કાઢ્યા.
અલ્લૂ અર્જનને પ્રેસ કોન્ફરન્સમાં આપી સ્પષ્ટતા
અલ્લુએ કહ્યું, 'જો પરમિશન નહોતી, તો તેમણે અમને પાછા ફરવાનું કહ્યું હોત અને હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને મેં તેમની વાત માની હોત. આવી કોઈ માહિતી મને આપવામાં આવી નથી. હું તેમની સૂચનાઓનું પાલન કરી રહ્યો હતો અને આ કોઈ રોડ શો નહોતો. અલ્લુ અર્જુને પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં મહિલાના મૃત્યુ અને તેમના પુત્રની ઈજાને અકસ્માત ગણાવ્યો હતો. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું, 'ઘણી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. આ બધા ખોટા આરોપો છે. આ અપમાનજનક અને ચારિત્ર્ય હનન છે.
VIDEO | 'Pushpa-2' stampede: Here's what actor Allu Arjun (@alluarjun) said at a press conference in Hyderabad.
"It is an unfortunate incident and genuinely speaking nobody is at fault... I genuinely think that nobody should be blamed, and I am not here to blame anybody or to… pic.twitter.com/E4Ag14TJDl
— Press Trust of India (@PTI_News) December 21, 2024
અલ્લુએ બનેલી ઘટનાને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ
તેમણે વધુમાં કહ્યું કે, 'ઘણી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. અનેક ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મહિલાના મૃત્યુને અકસ્માત ગણાવતા તેમણે કહ્યું કે તે કોઈને દોષી ઠેરવતો નથી કારણ કે તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જો કે આ કેસમાં અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બર શુક્રવારે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને તે જ દિવસે તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ પેપર વર્કમાં વિલંબને કારણે તેમને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી, ત્યારબાદ 14 ડિસેમ્બરે સવારે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે